ભારત સરકારના યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર, પાલનપુર અને NDRF કાર્યાલય કમાન્ડેટ- 6 બટાલિયન દ્વારા વડોદરા જિલ્લાના જરોદ ખાતે 6 દિવસની ડિઝાસ્ટર મૅનેજમેન્ટની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી. ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાંથી એન.એસ.એસના સ્વયંસેવક 30 ભાઈ-બહેનોને મોકલવામાં આવ્યા હતા.
30 વિદ્યાર્થીઓની તાલીમ માટે પસંદગી કરી હતી
આચાર્ય ડૉ.એસ .જી ચૌહાણ તથા પ્રોગ્રામ ઓફિસર ડૉ મનીષ તથા ડૉ.ભારતીબેન સાથે સંકલન કરી તારીખ 5 ડિસેમ્બરના રોજ નહેરુ યુવા કેન્દ્રના ટ્રેનિંગ ઓફ ટ્રેનર અમીચંદ તથા રમેશએ કોલેજમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન આપી, એમાંથી 10 બહેનો અને 20 ભાઈઓ મળી કુલ 30 વિદ્યાર્થીઓની તાલીમ માટે પસંદગી કરી હતી.
વિદ્યાર્થીઓએ તાલીમ સફળતાપૂર્વક લીધી હતી
તારીખ 5 ડિસેમ્બરથી તા. 11 ડિસેમ્બર દરમિયાન જરોદ મુકામે NDRFના જવાનો દ્વારા પસંદગી પામેલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ આપત્તિ નિવારણ અને વ્યવસ્થાપનની તાલીમ સફળતાપૂર્વક લીધી હતી. આ તાલીમમાં ભાગ લેનારા તાલીમાર્થીઓને આવવા-જવાનું ભાડું, રહેવા જમવાની અને પ્રમાણપત્ર આપવાની સંપૂર્ણ વ્યવસ્થા ડિઝાસ્ટર મેનેજમેન્ટ NDRF તરફથી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.