હિટ એન્ડ રન:પાલનપુર- ડીસા રોડ પર હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક સવાર યુવકનું મોત

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક યુવાન ખાનગી ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતો હતો

પાલનપુર ડીસા રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં બાઇક સવાર નું અકસ્માતમાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જોકે બાઈકને ટક્કર મારી વાહનચાલક વાહન લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા​​​​​​​

પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી
​​​​​​​બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકોના જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે કલ્પેશ ભાઈ મોદી નામના યુવક જે ખાનગી ચેનલમા પ્રતિનિધિ તરીકે કામ કરે છે જે ડીસા પાલનપુર હાઈવે રોડ પર બાઇક લઇને નીકળેલા હતા તે દરમિયાન પાછળથી આવી રહેલા કોઈ અજાણ્યા વાહને કલ્પેશભાઈની બાઈકની પાછળ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અજાણ્યો વાહનચાલક ટક્કર મારી ફરાર થઈ ચૂક્યો હતો. કલ્પેશભાઈ ફંગોળાઈ અને નીચે પટકાતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત થતા જ આજુબાજુના લોકો દોડી પહોંચી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ખાનગી ચેનલના પત્રકાર નું મોત હતા બનાસકાંઠા જિલ્લાના પત્રકારોમાં શોકની લાગણી પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...