યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર કલકેટર કચેરી ખાતે તમામ હિન્દૂ સંઘઠનો સાથે મળી કલેકટરને આવેદનપત્ર પાઠવી મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા માંગ કરી છે.
છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયા સહિત અનેક માઈ ભક્તોમાં અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદ બંધ થવાની લઈને નારાજગી છે ત્યારે અનેક સંગઠનો એ પણ રજૂઆત કરી છે ત્યારે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે તમામ હિન્દુ સંગઠનો એ આજે કલેકટરને રજૂઆત કરીને મોહનથાળ પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી ભક્તોની લાગણી અને ધાર્મિક આસ્થાને ઠેસ ન પહોંચે તેવા પ્રયત્નો કરવા હિન્દુ સંગઠનો આજે માંગ કરી હતી.જોકે તમામ માઇ ભક્તોએ બોલ માડી અંબે જય જય અંબે તેમજ વહીવટી તંત્ર તમારી તાનશાહી બંધ કારોના નારા લગાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.