ભાવમાં તફાવત:પાલનપુરમાં સીએનજી ગેસમાં કિલોએ 2 રૂ.વધુ લેવાતાં વાહનચાલકોમાં આશ્ચર્ય

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં માત્ર CNG ગેસ મળે છે ત્યાં ગેસનો ભાવ 84, પેટ્રોલપંપ સાથે હોય ત્યાં 86 લેવાય છે

પાલનપુર શહેરના એરોમા સર્કલ સ્થિત આવેલા એમ એ માસ્ટર પંપ પર સીએનજી ગેસનો ભાવ 86 રૂપિયા છે. જ્યારે ત્યાંથી થોડેક દૂર આરટીઓ સર્કલ પાસેના અને જગાણા પાસેના IRM સીએનજી ગેસના કંપની પંપ પર 84 રૂપિયાના ભાવે પ્રતિ કિલોએ ગેસ અપાય છે. દિવ્યભાસ્કર એ જ્યારે શહેરના લાલાવાડા, ચડોતર સહિત તમામ સીએનજી પંપ પર ખરાઈ કરી તો તમામ જગ્યાએ 86 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા.

જે અંગે સીએનજી ગેસ પુરાવવા આવતા વાહન ચાલકોએ જણાવ્યું હતું કે અમે 2 રૂપિયા પાછળ નથી જોતા પરંતુ જ્યાં ભીડ ઓછી હોય ત્યાં પુરાવી દઈએ છીએ. અગાઉ બાકી વધેલા પૈસા પણ પાછા મળતા નહોતા હવે ગૂગલ પે કરી દઈએ છીએ. આ બાબતે બનાસકાંઠા પેટ્રોલ પંપ એસો.ના ભરતભાઈ ત્રિવેદીને પૂછતા જણાવ્યું હતું કે " આ રીતે વધુ ભાવ કંપની દ્વારા લઈ શકાય નહીં.

ગેસના પંપ પર પેટ્રોલ પંપ સંચાલકની કોઈ દરમિયાનગીરી હોતી નથી, એમનો તમામ વહીવટ અલગ હોય છે. એકજ કંપની હોવા છતાં બે ભાવ કેમ લેવાય છે તે અંગે IRM સીએનજી ગેસ કંપનીના કર્મીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે " ભારત સરકારની ઓઇલ કંપનીઓના ભાવો બાબતે કોર્ટમાં જજમેંટ પેંડિંગ છે. ભાવોની બાબત ટેકનિકલ મેટર છે અગાઉ 90 રૂપિયે ખરીદી 80 રૂપિયે કિલો ગેસ વેચેલો છે."

અન્ય સમાચારો પણ છે...