કાર્યવાહી:પાલનપુર શહેર પૂર્વ પોલીસે ચાઈનીઝ દોરીની 14 રીલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

બનાસકાંઠા (પાલનપુર)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઈનીઝ દોરીથી બનતા અકસ્માતો અટકાવવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા નાઓએ બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને કાર્યવાહી કરી ચાઇનીઝ દોરી સાથે એક ઈસમને પાલનપુર પૂર્વ શહેર પોલીસ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સરહદી રેંજ કચ્છ - ભુજ જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક તેમજ અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ પતંગ ચગાવવાના માંઝા અથવા દોરી કે જે નાયલોન અથવા સિન્થેટિક પદાર્થની કોટેડ કરેલ હોય અને નોન-બાયોડિગ્રેડેબલ હોય તે ઉપર સંપુર્ણ પ્રતિબંધનુ જાહેરનામુ હોઈ જે કેશો શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ કરતા ડૉ . જે.જે ગામીત , નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ જે.પી.ગોસાઇ , પોલીસ ઇન્સ્પેક્ટર પાલનપુર શહેર પુર્વ પો.સ્ટે . તથા પોલીસ સ્ટાફના માણસોએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઈનીઝ દોરીથી બનતા અકસ્માતો અટકાવવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા નાઓએ બહાર પાડેલ જાહેરનામાં અનુસંધાને કાર્યવાહી કરી ચાઈનીઝ દોરી સાથે એક ઈસમ જે મુકેશભાઇ ઉર્ફે ટીનો રામાભાઇ ઓડ રહે.પાલનપુર ગોબરી રોડ,રામનગર ત્રણ રસ્તા વાળા ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પતંગોની દુકાનોમાં તપાસ કરવામાં આવે તો કેટલીક દુકાનોમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું હોવાની બુમરાડ ઉઠી છે જોકે દુકાનોમાં તપાસ કરવામાં આવે તો હજુ મોટા પ્રમાણમાં ચાઈની દોરી ઝડપાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...