કોર્ટનો ચુકાદો:પાલનપુરની બેંકના મેનેજરે મિત્રના ખાતામાં રૂ.10 લાખ ટ્રાન્સફર કરી દીધા, કોર્ટે બંનેને એક વર્ષની સજા ફટકારી

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2015ના કેસમાં પાલનપુરની બીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટનો ચુકાદો
  • ભાભરમાં પેઢી ધરાવતા મિત્રએ ચુકવણું છુપાવવા માટે આપેલો ચેક રિટર્ન થયો

પાલનપુરની ધી ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ બેન્કના તત્કાલીન મેનેજરે ભાભર માં પેઢી ધરાવતા તેમના ગાઢ મિત્રના ખાતામાં ગેરકાયદે રૂપિયા 10 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ કૃત્ય છુપાવવા માટે મિત્રે બેંકમાં આપેલો ચેક રિટર્ન થયો હતો. તેમ છતાં બેંક મેનેજર તેની સામે કોઈ કાયદેસર પગલાં ભર્યા ન હતા. ઉપરથી રિજિયન કમિટીમાં સમાધાન કરાવ્યું હતું જોકે સમાધાનમાં નક્કી થયેલી રકમ પણ ના ભરવામાં આવતા આખરે ફરજ પરના બેંક મેનેજરે 2015માં પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેનો કેસમાં પાલનપુરની બીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે તત્કાલીન બેંક મેનેજર અને તેમના મિત્ર પેઢીના સંચાલકને એક વર્ષની સાદી કેદ અને 5000 દંડનો હુકમ કર્યો હતો.

ભાભરની લાટી બજાર વિસ્તારમાં આવેલી આર. કે એન્ટરપ્રાઇઝ નામની પેઢીના પ્રોપરાઇટ હાલ ડીસા પાલનપુર હાઈવે શાંતિ નગર સોસાયટીમાં રહેતા હરેશકુમાર દલપતરામ ઠક્કરનું કરંટ ખાતુ પાલનપુરની ધી ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ બેંકમાં ચાલુ છે. હરેશકુમાર ઠક્કર અવારનવાર બેંક માં આવતા હોય તેમને બેંકના મેનેજર પાલનપુર ગોબરી રોડ વિસ્તારના અયોધ્યાનગરમાં રહેતા વનમાળી કાંતિલાલ ઠક્કર સાથે ગાઢ મિત્રતા થઈ હતી.

આથી મેનેજરે બેંક ઓફ ડિરેક્ટર કે હેડ ઓફિસની પૂર્વ મંજૂરી વિના બી ફોર ક્લિયરિંગના નિયમ મુજબ રૂપિયા 10,00,000 તેમના મિત્ર હરેશકુમારના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જે પછી આ ટ્રાન્જેક્શન છુપાવવા માટે હરેશ ઠક્કરે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ભાભરની શાખાનો ચેક તારીખ 10 નવેમ્બર 2000નો આપ્યો હતો. તેમના ખાતામાં નાણાં ન હોવાથી આ ચેક પરત ફર્યો હતો. દરમિયાન બેંક ફડચામાં જતાં ફરજ પરના શાખા મેનેજર નલિનકુમાર દેવચંદભાઈ પટેલે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેનો કેસ પાલનપુરની બીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ ગૌરવકુમાર એસ. દરજીએ સરકારી વકીલ એસ. એમ. જોષીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી તત્કાલીન બેંક મેનેજર વનમાળી કાંતિલાલ ઠક્કર અને તેમના મિત્ર પેઢીના સંચાલક હરેશકુમાર દલપતરામ ઠક્કરને એક વર્ષની સાદી કેદ અને 5000 દંડનો હુકમ કર્યો હતો. જો દંડ ન ભરેે તો વધુ 6 માસની સાાદી કેેદનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...