બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના પાલનપુર ગામના વતની વર્ષ 11 માસ બાળકને છેલ્લા ઘણા સમયથી બાળકને તાવ ઝાડા ઉલટી ખાંસી તાવ શરદી અને શરીરમાં લોહીનું પ્રમાણ ખુબજ ઓછા પ્રમાણ હતું જેના લીધે હાર્ટ ફેલર થઈ ગયું અને આખા શરીરમાં સોજા આવી ગયા હતા ત્યારે બનાસ સિવિલ ખાતે લોહીનો રીપોર્ટ કરવાતા શરીરમાં બે ટકા જેટલું પ્રમાણ હતું જે ઓછામાં ઓછુ 14 ટકા હોવું જોઈએ જેના લીધે બાળક કુપોષણ નો શિકારનો ભોગ બન્યું હતું.
બાળકની ગંભીર સ્થિતિ જોઈને બનાસ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ પીડીયાટ્રીક વિભાગના ડોકટર અજીત વાસ્તવ ડો, નેહા શર્મા ડો,આશા પટેલ તેમજ નર્સિગ ટીમ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી જેમાં ઓક્સિજનની સાથેસાથે બાળકના હાર્ટ ફેલરની દવાઓ આપવામાં આવી હતી અને બાળકના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછુ હોવાને લીધે બનાસ સિવિલ બ્લડ બેન્ક ખાતેથી બાળકને બે બોટલ બેગ ચડાવવામાં આવી હતી ત્યાર બાદ બાળકને કુપોષણ વિભાગ માંથી પોષ્ટિક અહાર આપવામાં આવ્યો હતો જેના લીધે બાળકના વજનમાં વધારો નોધાયો હતો અને બાળક તદુરસ્ત થયું હતું જે બાદ બાળકને સપૂર્ણ સ્વસ્થ થતા 14 માં દિવસે રજા આપવામાં આવી હતી.
બનાસ મેડીકલના કોલેજ ના આદ્યસ્થાપક શંકરભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નો થકી બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી માર્ગદર્શન હેઠળ બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે તેમજ ભવિષ્યમાં વધુ આધુનિક સારવાર મળી રહે તે માટે નવા સાધનો વસાવવામાં આવી રહ્યા છે તથા ઓપરેશન થીયેટરો સુસજ્જ કરવામાં આવી રહ્યા છે જેથી બનાસકાંઠાની જનતાને અતિ આધુનિક અને સારા માં સારી સારવાર મળી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.