બર્નિંગ કાર:પાલનપુર- અમદાવાદ નેશનલ હાઇવે પર કારમાં આગ લાગતા સવાર લોકોના જીવ પડીકે બંધાયા, ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાનિ ટળી

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોએ આગ ઓલવવાના પ્રયાસો કર્યા હાઇવે પર પસાર થતા પાણીના ટેન્કર વડે આગ પર કાબુ મેળવ્યો

પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર સિધ્ધપુરથી છાપી જઈ રહેલા કારમાં અચાનક આગ લાગતાં ભયનો માહોલ સર્જાયો હતો. ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે ગાડીમાં સવાર લોકો નીચે ઉતરી જતા મોટી જાનહાનિ અટકી હતી. કારમાં લાગેલી આગના વિકરાળ દૃશ્યો નિહાળી ગાડીમાં સવાર લોકો ફફડી ઉઠ્યા હતા. હતી આગનું દેખાતા જ ગાડી સાઇડમાં ખરી ચાલક સહિત અને ઉતરી ગયા હતા પરંતુ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી ગાડી આગની ઝપટમાં આવી ગઈ હતી.

સમય સુચકતા સાથે આગ પર કાબુ મેળવાતા જાનહાનિ ટળી
બનાસકાંઠા જિલ્લાના અમદાવાદ પાલનપુર હાઇવે પર એક ગાડીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે જેમાં સિધ્ધપુરથી છાપી તરફ જઇ રહેલી કારમાં અચાનક આગ લાગી હતી. ડ્રાઈવરને સમયસૂચકતાને કારણે ચાલુ ગાડી ડ્રાઈવર સાઈડમાં કરી હતી. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જ ગાડી આગની ઝપટમાં આવી ગઈ હતી અને આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગતા જે સ્થાનિક લોકો દોડી પહોંચી ગાડીમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ આગને કાબુમાં ન આવતા આખરે નેશનલ હાઈવે પરથી પસાર થતા પાણીના ટેન્કર ઉભું રખાવી સ્થાનિક લોકોએ અને ટેન્કર વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ત્યાં સુધી ગાડીમાં આગે મોટું નુકસાન પહોંચાડ્યું હતું

અન્ય સમાચારો પણ છે...