પાલનપુરના કલાશિક્ષકે દીકરીઓમાં માસિક ધર્મ વખતની આભડછેટ, ઓરમાયું વર્તન અને અંધશ્રધ્ધા દૂર કરવા જાગૃતિ અભિયાન છેડ્યું છે. તેમણે અત્યાર સુધીમાં જીલ્લાના 153 ગામડામાં ફરી 8200 દીકરીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ આપ્યા છે. તેમજ વેબ સિરીજ બનાવી દીકરીનોની વેદના દર્શાવી વૈજ્ઞાનિક અભિગમ દાખવવા હાકલ કરી રહ્યા છે.
10 થી 12 વરસની નાની ઉંમરે પણ માસિક ધર્મ ના કાર્યકાળમાં પ્રવેશતી હોય છે. પૂરતી સમજ ના અભાવે દર્દ સાથે દાગ પડવાની ઝંઝટ અને જાહેરમાં શરમ તેમની વેદના તેમજ સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને રૂઢિગત પરંપરાને તિલાંજલી આપવાની જાગૃતી સાથે જરુરિયાતમંદ તમામ દિકરીઓને મફત સેનેટરી પેડનું વિતરણ કરી જુની પ્રણાલી નાબુદ કરવા પાલનપુરના કલા શિક્ષક નયન ચત્રારિયા પેડમેન બની અભિયાન ચલાવી રહ્યાં છે.
પાખંડ વેબ સિરિઝમાં એક સમસ્યા એપિસોડનું દિગ્દર્શન કરી દિકરીઓની વેદના અને સંવેદનાને તેમાં દર્શાવી વૈજ્ઞાનિક અભિગમ દાખવવા સૌને હાકલ કરી છે. અત્યાર સુધી 153 જેટલાં ગામડાંઓમાં ફરીને ગ્રામ્ય વિસ્તારની જરુરિયાતમંદ 8200 થી વધુ દિકરીઓને મફત સનેટરી પેડ આપ્યા છે. જે કાર્ય આજે પણ ચાલુ છે.તેમના આ કાર્યમાં તેમના પત્ની મધુ ચત્રારિયા અને બાર વર્ષના પુત્ર કુમાર ચત્રારિયા પણ આ સેનેટરી પેડનાં પેકિંગ થી લઇ વિતરણમાં સહયોગી થઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.