આજે શિક્ષક દિન:પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના કલાશિક્ષક બન્યા પેડમેન

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીકરીઓના માસિક ધર્મ બાબતે ફેલાયેલી અંધશ્રદ્ધા દુર કરી મફત સેનેટરી પેડ આપે છે

પ્રવર્તમાન સમયમાં હાઇજેનિક ખોરાકના કારણે માસુમ દિકરીઓ ઘણીવાર 12 વરસની નાની ઉંમરે પણ માસિક ધર્મ (પિરિયડ્સ) ના કાર્યકાળમાં પ્રવેશતી હોય છે. પૂરતી સમજ ના હોવાથી માસિક ધર્મ (પિરિયડ) નું દર્દ, સાથે દાગ પડવાની ઝંઝટ અને જાહેરમાં શરમ પણ અનુભવતી હોય છે.આ દર્દને પોતાની શાળા સહિત આસપાસના શહેરી અને ગ્રામ્ય વિસ્તારની દિકરીઓમાં અનુભવાતી આ વેદનાએ કલાશિક્ષક નયન ચત્રારિયાને આ દિકરીઓ માટે એક પુરુષ થઇને પણ આવી બાબતો માટે વાત કરતાં કરી દિધાં.

દિકરીઓના માસિક ધર્મ બાબતે આજના આધુનિક સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને રૂઢિગત પરંપરાને તિલાંજલી આપવા અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારની અસંખ્ય શાળાઓમાં જઇ દિકરીઓના માતા-પિતાને આ બાબતે વૈજ્ઞાનિક અભિગમ દાખવવા કલાશિક્ષક નયન ચત્રારિયા એક અનોખી ફરજ અદા કરી રહ્યાં છે. સાથે જરુરિયાતમંદ દિકરીઓને મફત સેનેટરી પેડનું વિતરણ કરી જુની પ્રણાલી નાબુદ કરવા સમસ્યા નહિં, સમાધાન નામે એક સકારાત્મક અભિયાન ચલાવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, નયન ચત્રારિયા પોતે કલાશિક્ષક સાથે ઉત્તર ગુજરાતનાં જાણિતા એન્કર અને ફિલ્મ મેકર હોઇ વિશાળ ચાહક વર્ગ ધરાવે છે. તેમણે આ માસુમ દિકરીઓના માસિક ધર્મ બાબતે લોકોને માહિતગાર કરવા અંધશ્રદ્ધા નિર્મુલન અભિયાન અંતર્ગત નિર્માણ પામેલ પાખંડ વેબ સિરિઝમાં એક સમસ્યા નામના એપિસોડનું દિગ્દર્શન કરી દિકરીઓની વેદના અને સંવેદનાને તેમાં દર્શાવી છે.

દિકરીઓ માટે કરવામા આવતી આવી નિરપેક્ષ અને સેવાકિય પ્રવૃત્તિની જાણ થતાં આ અભિયાન ને સાથ આપવા તેમના મિત્રો અને શુભેચ્છકોએ તેમને મદદ કરી સેનેટરી પેડ લાવવા માટે આર્થિક સહયોગ પણ આપ્યો છે. જેનાથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારની 4200 થી વધૂ જરુરિયાતમંદ દિકરીઓને મફત સનેટરી પેડ આપી યુવા કલાશિક્ષક નયન ચત્રારિયાએ વાસ્તવિક જીવનમાં પેડમેન બની આજના યુવાનોને અને સમાજને એક અનોખું ઉદાહરણ પુરુ પાડયું છે.

અન્ય સમાચારો પણ છે...