પાલિકા પર આક્ષેપો:પાલનપુર વોર્ડ નંબર 5 ના વિરબાઈ ગેટ વિસ્તારમાં સફાઈ ન કરાતાં રોષ

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરસેવકની રજૂઆતો પાલિકા સાંભળતી નથી

પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.5માં આવેલા વિરબાઈ ગેટ વિસ્તારમાં સફાઈ ન કરાતાં રોષ ફેલાયો છે. આ વિસ્તારના નગરસેવકના કુટુંબના ભત્રીજીના લગ્ન હોવાથી રજૂઆત કરવા છતાં પણ તેમની વાત સાંભળવામાં ન આવતાં રોષ ફેલાયો છે.થોડા માસ અગાઉ નગરસેવકે પાલિકાના મેન ગેટને તાળું મારવાની કોશિશ કરતા સાફ સફાઈ કરવામાં ન આવી હોય તેવા નગરસેવક દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

સફાઈ ન થતાં સ્થાનિક લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. પાલિકાના વોર્ડ નંબર.5ના નગરસેવક સરફરાઝ સિંધીના ઘરે ભત્રીજીના શુક્રવારે, શનિવારે લગ્ન હોવાથી નગરપાલિકામાં વિસ્તારમાં સાફ સફાઈ કરવા રજૂઆત કરી હતી. તેમ છતાં પાલિકા દ્વારા સફાઈ કરવામાં ન આવતા નગરસેવક રોષે ભરાયા હતા. સફાઈ કામદાર પણ ઉડાવ જવાબ આપી કહ્યું મારે ફક્ત હાજરી પુરવાનું કામ છે તમારા ઘરે લગ્ન હોય તો મારે શુ લેવા દેવા મને સાફ સફાઈ કરવાનુ નહીં કહેવાનું તેવા આક્ષેપો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...