75 ઉમેદવારો મેદાને:બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકો ઉપર ભરાયેલા 193 પૈકી 118 ફોર્મ પરત ખેંચાયા

બનાસકાંઠા (પાલનપુર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના નવ વિધાનસભા બેઠક પર 75 જેટલા ઉમેદવારો મેદાને છે જિલ્લામાં કુલ નવ બેઠકોમાંથી 193 ઉમેદવારોએ ફોર્મ ભરાયા હતા. જેમાં આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી 118 જેટલા ફોર્મ પરત ખેચાયા છે. નવ બેઠકો ઉપર 75 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે નવ વિધાનસભા બેઠક પર પક્ષ અને અપક્ષમાંથી કોણ કોને યાદ આવેદારી નોંધાવી છે એ જોઇએ આ અહેવાલમાં.

દિયોદર બેઠક
દિયોદરમાં કુલ 5 ઉમેદવારો મેદાને છે .જેમાં 01 ભાજપમાં કેસાજી શિવાજી ચૌહાણ, 02 બહુજ સમાજ પાર્ટી માનસુંગભાઈ પરમાર 03 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ માં શિવાભાઈ ભુરીયા જે હાલ ચાલુ ધારાસભ્ય દિયોદર 04 પ્રજા વિજય પક્ષમાં નયન પઢાર 05 આમ આદમી પાર્ટીમાં ભેમાંભાઈ ચૌધરી કુલ 5 ઉમેદવાર દિયોદર વિધાનસભા ઉમેદવારો મેદાનમાં છે.

વાવ બેઠક
વાવ વિધાનસભામાં કુલ 6 જેટલાં ઉમેદવારો મેદાને છે. જેમાં 01 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, 02 ભાજપમાં સ્વરૂપજી ઠાકોર 03 બહુજ સમાજ પાર્ટી પરમાર નયના બેન 04 આમ આદમી પાર્ટીમાં ભેમાજી ભાઈ પટેલ 05 અપક્ષ અમારાભાઈ આશલ 06 અપક્ષ શાંતિભાઈ રાઠોડ એમ કુલ 6 જેટલાં લોકો વાવ વિધાનસભા સીટ પર મેદાનમાં છે જોકે વાવની પ્રજા આવખતે કોના સિરે સરતાજ મુકશે એ તો આવનારો સમય જ બતાવશે.

કાંકરેજ બેઠક
કાંકરેજ વિધાનસભા સીટ પર કુલ 7 જેટલાં ઉમેદવારો મેદાને છે. જેમાં 01 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં અમૃતજી ઠાકોર 02 બહુજન સમાજ પાર્ટી મહેશભાઈ મકવાણા 03 ભાજપમાં ચાલુ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કીર્તિસિંહ વાઘેલા 04 આમ આદમી પાર્ટીના મુકેશકુમાર ઠક્કર 05 જનસેવા ડ્રાંઇવર પાર્ટીમાં રાઠોડ માવજી 06 અપક્ષ ચૌધરી બાબુભાઇ 07 અપક્ષ ઠાકોર ગાંડાજી એમ કુલ 07 ઉમેદવાર કાંકરેજ વિધાનસભા માં મેદાને છે જેમાં કાંકરેજ વિધાનસભા વિસ્તારના લોકો કોને જીતાડે છે એતો આવનારો સમય જ બતાવશે.

ધાનેરા બેઠક
ધાનેરા વિધાનસભામાં કુલ 08 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં 01 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્ય નાથાભાઈ પટેલ 02 ભાજપમાં ભગવાનભાઈ પટેલ 03 બહુજન સમાજ પાર્ટીમાં પ્રકાશભાઈ સોલંકી 04 આમ આદમી પાર્ટીમાં દેવડા સુરેશકુમાર 05 જનતા દળ એસ લસાભાઈ 06 અપક્ષ દલપતજી ચૌહાણ 07 અપક્ષ દિનેશભાઇ ચૌહાણ 08 અપક્ષ માવજીભાઈ દેસાઈ જે ભાજપમાં 2017 વિધાનસભા ધાનેરા ના ઉમેદવાર હતા હાલ અપક્ષ થી દાવેદારી નોંધાવી છે જોકે માવજીભાઈ દેસાઈ અપક્ષ દાવેદારી નોંધાવતા હાલ ધાનેરા વિધાનસભા ન સમીકરણો બદલાઈ શકે તેમ છે.

થરાદ બેઠક
થરાદ વિધાનસભા સીટ પર સમગ્ર બનાસકાંઠા ​​​​​​​સહિત ગુજરાતની નજર ટકેલી છે. કારણ કે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલ ચાલુ બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી વાવથી ઉમેદવાર તરીકે નામ ચાલતું હતું પરંતુ છેલ્લી ઘડીએ ભાજપ થરાદ ઉમેદવાર તરીકે જાહેરાત કરાયા હતા. થરદમાં કુલ 14 ઉમેદવારો મેદાને છે. જેમાં 01 કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, 02 ભાજપમાં શંકર ચૌધરી, 03 બહુજન સમાજ પાર્ટી હડિયલ મહેશકુમાર, 04 સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં પ્રકાશભાઈ દરજી, 05 પ્રજા વિજય પક્ષમાં ભરતકુમાર ચરમટા, 06 ગરવી ગુજરાત પાર્ટીમાં રમેશજી મકવાણા, 07 આમ આદમી પાર્ટીમાં વિરચંદભાઈ ચાવડા, 08 અપક્ષમાં કમલેશભાઈ દેસાઈ, 09 અપક્ષમાં ઠાકોર લક્ષ્મીબેન, 10 અપક્ષમાં પરમાર સેંધાભાઇ, 11 અપક્ષમાં બોચિયા મોહનભાઇ, 12 અપક્ષ બ્રહ્મક્ષત્રિય ભગવતીબેન, 13 અપક્ષ વરણ મનુભાઈ, 14 અપક્ષ સરતાણ વખતાભાઈ. એમ કુલ 14 ઉમેદવાર થરાદ વિધાનસભા સીટ પર દાવેદાર મેદાનમાં છે.

પાલનપુર બેઠક
પાલનપુર વિધાનસભા સીટ પર કુલ 09 જેટલા ઉમેદવારો મેદાને છે. જેમાં જિલ્લાનું મુખ્ય હોવાથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાની નજર પાલનપુર વિધાનસભા સીટ પર છે જેમાં 01 ભાજપમાં અનિકેત ઠાકર 02 કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્ય મહેશભાઈ પટેલ 03 બહુજન સમાજ પાર્ટી શૈલેષભાઈ પરમાર 04 આમ આદમી પાર્ટીમાં રમેશભાઈ નાભાણી 05 અપક્ષ યુનારા એહમદભાઈ 06 અપક્ષ જાવીદખાન પરમાર 07 અપક્ષ પરમાર છગનચંદ્રરાજ 08 અપક્ષ મનીષકુમાર બ્રહ્મભટ્ટ 09 અપક્ષ શ્રીમાળી અશોકભાઈ એમ કુલ મળી 09 ઉમેદવારો પાલનપુર વિધાનસભા સીટમાં મેદાનમાં છે.

દાતા બેઠક
દાતા વિધાનસભા સીટ પર કુલ ચાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે. દાતા વિધાનસભા વિસ્તાર કોંગ્રેસનો ગઢ કહેવાય છે જેમાં છેલ્લા બે ટ્રમથી કોંગ્રેસમાંથી કાંતિભાઈ ખરાડી જીતતા આવે છે 01 કોંગ્રેસમાંથી કાંતિભાઈ ખરાડી 02 ભાજપમાં લાતુભાઈ પારધી 03 આમ આદમી પાર્ટીમાં બુમ્બડીયા મહેન્દ્રભાઈ 04 અપક્ષ દ્રાંગી કાળાભાઈ એમ કુલ ચાર ઉમેદવારો દાતા વિધાનસભામાં મેદાનમાં છે જોકે આ વખતે દાતા વિધાનસભા વિસ્તારના લોકો કોના સરે તાજ મૂકે છે તે તો આવનારો સમય જ બતાવશે.

વડગામ બેઠક
વડગામ વિધાનસભામાં કુલ ઉમેદવાર 11 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 01 કોંગ્રેસમાં જીગ્નેશભાઈ મેવાણી 02 ભાજપ મણિલાલ વાઘેલા 03 બહુજન સમાજ પાર્ટીમાં સોલંકી રજનીકાન્ત 04 પચ્ચાસી પરિવર્તન સમાજ પાર્ટી જયશ્રીબેન પરમાર 05 જનતા દળ એસ માં ડાભી શર્મિષ્ઠાબેન 06 આમ આદમી પાર્ટીમાં દલપતભાઈ ભાટિયા 07 ઓલ ઇન્ડિયા મજીલીસ એ એત્તિહાદુલ મુસ્લિમીન માં સુંઢિયા કલ્પેશકુમાર 08 અપક્ષ દતુલભાઇ જોશી 09 અપક્ષ દિનેશકુમાર સોલંકી 10 અપક્ષ ભાટિયા પિયુષભાઈ 11 અપક્ષ મહેશ્વરી મંજુલાબેન કેમ કુલ 11 ઉમેદવારો વડગામ વિધાનસભા સીટ પર મેદાને છે જેમાં સમગ્ર ગુજરાતની નજર વડગામ વિધાનસભા સીટ પર રહેશે કારણ કે નેતા જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી નોંધાવી છે તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપનો ખેસ તારણ કરી 2022 વિધાનસભા બેઠક પર વડગામ ભાજપ વિધાનસભાના ઉમેદવાર તરીકે મુકાયા છે વડગામ વિધાનસભાના વિસ્તારના લોકો વડગામ નું સરતાજ કોના સીરે મૂકે છે એ તો આવનારો સમય જ બતાવશે.

ડીસા બેઠક
​​​​​​​ડીસા વિધાનસભા સીટ પર કુલ 11 ઉમેદવારો મેદાને છે. જેમાં ભાજપના ચાલુ ધારાસભ્ય શશીકાંત પંડ્યા ની ટિકિટ કાપી અને પ્રવીણકુમાર માળીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે 01 ભાજપ પ્રવીણ કુમાર માળી 02 કોંગ્રેસમાં સંજય કુમાર રબારી 03 ગરવી ગુજરાત પાર્ટીમાં અશોકભાઈ પરમાર 04 નેશનલ મહાસભા પાર્ટીમાં જશવંતકુમાર પઢીયાર 05 આમ આદમી પાર્ટીમાં ડોક્ટર રમેશભાઈ પટેલ 06 પ્રજા વિજય પક્ષ માં સોની નીતિનકુમાર 07 અપક્ષ જયંતીભાઈ ચૌધરી 08 અપક્ષ દિનેશભાઈ પટેલ 09 અપક્ષ પટેલ જયંતીભાઈ 10 અપક્ષ લેબજીભાઈ ઠાકોર 11 અપક્ષ વાઘેલા ગજુભા મોહન સિંગ કુલ 11 ઉમેદવારો મેદાને છે હવે ડીસાના ચાલુ ધારાસભય શશીકાંત પંડ્યા ની ટિકિટ કાપી પ્રવીણ કુમાર મળીને આપી છે જોકે તેને લઈ ડીસાના સમીકરણો બદલાય છે કે કેમ એ તો ડીસા વિધાનસભા વિસ્તારના લોકો ના હાથે છે.

અન્ય સમાચારો પણ છે...