પક્ષીઓને બચાવવા સેમિનાર:પાલનપુરની સ્વસ્તિક મહિલા કોલેજમાં જીવદયા પ્રેમીઓ દ્વારા સેમિનારનું આયોજન,પક્ષીઓને બચાવવા માટે અપીલ

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્તિક સંકુલના આચાર્ય, સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જીવદયા પ્રેમીઓ દ્વારા અબોલ પક્ષીઓ માટે સેમિનાર યોજાયો હતો. પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વિદેશી દોરીનો બહિષ્કાર કરી અને પક્ષીઓ બચાવવા માટે અપીલ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર સ્વસ્તિક સંકુલના આચાર્ય સાહેબ મણીભાઈ મેવાડા, સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલ બેન નેહલબેન પરમાર,કોલેજના તમામ અધ્યાપિકાબેન ઓ તથા સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ અને સ્વસ્તિક સંકુલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પાલનપુર વિસ્તારમાં ક્યાંય પણ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાની પણ વિદ્યાર્થીની ઓને માહિતી આપી.

અન્ય સમાચારો પણ છે...