બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં સરકારી વિનયન કૉલેજમાં વિશ્વ હિન્દી દિવસની ઉજવણી નિમિત્તે કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો હતો. જેમાં કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.
સરકારી વિનયન કૉલેજ અમીરગઢમાં વિશ્વ હિન્દી દિવસની ઉજવણી નિમિતે કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૉલેજનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં નાઈ ઘરતીએ પ્રથમ, જાની ખુશ્બૂએ દ્વિતીય અને બંસલ કોમલે તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રો. ફરહિના શેખ અને પ્રો. મુકેશકુમાર ગઢવી દ્વારા રસપ્રદ કાવ્ય પઠન કરવામાં આવ્યું હતું. તેમજ હિન્દી ભાષાના મહત્ત્વ, દિન વિશેષ અંગે વ્યાખ્યાન આપવામા આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ. મંજુલાબેન પરમાર, ડૉ. નીતિન જાદવ, ડૉ. વર્ષાબેન ચૌધરી અને પ્રો. ભૂપેન્દ્ર ચડોખિયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. નરેશ જોષી હિન્દી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડૉ. એન.કે. સોનારા સાહેબના સફળ માર્ગદશૅન હેઠળ યોજવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.