હુકુમ:માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા કોન્સ્ટેબલના પરિવારને રૂ.60 લાખ વળતર ચૂકવવા આદેશ

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભીલડીના કોન્સ્ટેબલનું કાર અકસ્માતમાં પાંચ વર્ષ અગાઉ મોત નિપજ્યું હતુ,બનાસકાંઠા પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ કોર્ટનો આદેશ

ડીસાના ભીલડી પોલીસ મથકના કોન્ટેબલનું પાંચ વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં મોત થયું હતુ. આ અંગે પરિવારજનોએ વળતર માટે કોર્ટમાં દાવો કર્યો હતો. જેમાં બનાસકાંઠા જીલ્લા પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ ન્યાયાધીશે વીમા કંપનીને મૃતકના વારસદારોને વ્યાજ સાથે 60 લાખ ચૂકવવા આદેશ કર્યો છે. ભીલડી પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ કલ્પેશજી વાઘાજી ઠાકોર તારીખ 13 સપ્ટેમ્બર 2017ના રોજ કાર નં. જીજે. 08. આર. 9547માં સરકારી કામેથી રાજસ્થાનના ભરતપુરથી પરત આવી રહ્યા હતા.

ત્યારે માર્ગમાં અજાણ્યા ટ્રક ચાલકે કારને ટક્કર મારી હતી. જેમાં કલ્પેશજીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. આ અંગે તેમના વારસદારોએ વળતર માટે કોર્ટમાં દાવો કર્યો હતો. દરમિયાન આ કેસ કોર્ટમાં ચાલી જતાં બનાસકાંઠા પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ ન્યાયાધીશ એચ. ડી. સુથારે અરજદારના વકીલ રાકેશકુમાર એ. રાવલની દલીલો ગ્રાહ્ય રાખી મૃતકના વારસદારોને વ્યાજ સહિત 60,00,000 ચૂકવવા વિમા કંપનીને આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...