હુકમ:પાલનપુરમાં બાઇક ચોરી થતા ગ્રાહકને વ્યાજ સાથે રૂ.61,000 ચુકવવા વીમા કંપનીને હુકમ

છાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ પૂર્વે પાલનપુર શહેરમાંથી બાઇક ચોરી થતા ગ્રાહક દ્વારા વીમા કંપનીમાં ક્લેઇમ કરતાં ના મંજૂર કર્યો હતો

પાલનપુર શહેરમાંથી બે વર્ષ પૂર્વે એક યુવકનું બાઇક ચોરી થતા વીમા કંપનીમાં વીમા માટે ક્લેઇમ કર્યો હતો. જોકે વીમા કંપનીએ ક્લેઇમ ના મંજૂર કરતા ગ્રાહક દ્વારા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ કરતા પંચ દ્વારા વ્યાજ સાથે વીમાના રૂપિયા 61,000 ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.

પાલનપુરમાં રહેતા રમેશભાઈ લષ્મીચંદભાઈ પટેલ પાલનપુરના એક શોરૂમમાંથી બાઇક ખરીધ્યું હતું અને પાંચ વર્ષનું વીમા પ્રીમિયમ એક સાથે ચોલા મંડલમ, એમ.એસ.જનરલ ઈન્સ્યુરન્સ કંપનીમાં ભર્યું હતું . ગત તા.8 ઓક્ટોબર-2019 ના રોજ દુકાનની બાજુમાં પાર્ક કરતા કોઈ અજાણ્યા શખસ બાઇક ચોરી ગયો હતો.

જેની ફરિયાદ પાલનપુર પોલીસ મથકે નોંધાવી વીમા કંપનીમાં બાઇકનો ક્લેઇમ કર્યો હતો. જોકે કંપનીએ ક્લેઇમ ના મંજૂર કરતા બાઇક માલિકે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચના અધ્યક્ષ સમક્ષ ફરિયાદ કરતા એડવોકેટ રસિકલાલ એમ.મોઢની દલીલોને ધ્યાને લઇ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચના અધ્યક્ષ એ.બી.પંચાલ દ્વારા અરજદારને નવ ટકા વ્યાજ સાથે રૂ.61,000 બે માસમાં એકાઉન્ટ પે ના ચેકથી ચૂકવવા હુકમ કરવા સાથે રૂ.1500 માનસિક ત્રાસ અને રૂ. 1000 ખર્ચ મળી રૂ.2500 વધુ ચૂકવી આપવા હુકમ કર્યો

અન્ય સમાચારો પણ છે...