બજેટ:શાસકપક્ષના કોંગ્રેસના 9 સભ્યો જ ગેરહાજર, જિ.પં.નું બજેટ ના મંજુર

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગત વખતે ભાજપની બોડી હતી તે વખતે કોંગ્રેસે બજેટની હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો,આ વખતે ભાજપે બદલો લીધો, હવે ફરી 16 માર્ચે બેઠક મળશે

જિલ્લા પંચાયતની ખાસ સાધારણ સભા મંગળવારે પાલનપુર જિલ્લા પંચાયતના હોલમાં મળી હતી બજેટ મામલે મળેલી આ બેઠકમાં કોંગ્રેસના નવ સભ્યો ગેરહાજર રહેતા બજેટ નામંજૂર થતા હડકંપ મચી ગયો હતો. કે 16મી માર્ચે જ વર્તમાન જિલ્લા પંચાયત શાસક બોડીના પાંચ વર્ષ પૂર્ણ થાય છે તેવામાં બજેટ નામંજૂર થતા કોંગ્રેસના સભ્યોમાં ચિંતા વ્યાપી છે.

જિલ્લા પંચાયતની સાધારણ સભા બજેટ મામલે મંગળવારે બપોરે મળી હતી જેમાં કોંગ્રેસના 27 સભ્યો હાજર રહ્યા હતા જ્યારે ભાજપના 29 સભ્યો હાજર રહ્યા હતા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શેખએ જ્યારે બજેટ પસાર કરવા માટે મતદાન કરાવ્યું ત્યારે બહુમતીના જોડે બજેટના નામંજૂર થયું હતું ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની શાસક બોડીમાં 37 સભ્યો કોંગ્રેસના છે તેવામાં કોંગ્રેસના જ 9 સભ્યો ગેરહાજર રહેતા આ સ્થિતિ સર્જાઇ હતી.

જોકે મહત્વની બાબત એ રહી હતી કે જિલ્લા પંચાયતની બેઠકમાં સ્વભંડોળ અને નાણાપંચના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષોના સભ્યોએ સર્વ સંમતિ સાધી હતી. અને તેમાં સર્વાનુમતે ગ્રાન્ટ મંજૂરી માટે સહકાર દર્શાવ્યો હતો. જિલ્લા પંચાયતના સદસ્ય લક્ષ્મીબેન કરેણ એ જણાવ્યું હતું કે "કોંગ્રેસના કેટલાક સભ્યો ઢુંઢનો પ્રસંગ હોવાથી હાજર રહી શક્યા નહોતા અને વિપક્ષના સાથી સદસ્યોને આગ્રહ ભરી વિનંતી પણ કરી હતી તેમ છતાં તેઓ માન્યા ન હતા અને બજેટ ના મંજૂર કરાવ્યું હતું.

તો બીજી તરફ વિપક્ષના દિનેશભાઈ દવે એ જણાવ્યું હતું કે " હું જ્યારે જિલ્લા પંચાયતનો પ્રમુખ હતો અને ભાજપની બોડી હતી તે વખતે કોંગ્રેસના સાથી મિત્રો વિપક્ષમાં હતા અને તેમણે બજેટની હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો જે બાબતે અમે આ વખતે બજેટ નામંજૂર કર્યો છે પણ સ્વભંડોળ અને નાણાપંચની ગ્રાન્ટ મુદ્દે અમે સહકાર આપ્યો છે."

જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે પોતાના લગ્ન પ્રસંગે રજા ઉપર ઉતરેલા હોવાથી સામાન્ય સભા ની કાર્યવાહી ગ્રામ વિકાસ એજન્સીના નિયમક શેખે ચલાવી હતી. તેમણે જણાવ્યું કે " બજેટ બહુમતીના જોરે નામંજૂર થયું છે. નિયમો અનુસાર એજન્ડા કાઢીને નવી તારીખે બજેટ બેઠક ફરી બોલાવવામાં આવશે.

જોકે નાણાપંચ અને સ્વભંડોળની ગ્રાન્ટો બાબતે ભાજપ કોંગ્રેસ એક થયા સર્વાનુમતે નિર્ણયને બહાલી આપી,16 માર્ચ એ જિલ્લા પંચાયતની ટર્મ પૂરી થાય છે, નિયમ મુજબ નવ દિવસમાં બીજી બેઠક બોલાવી શકાય છે, એટલે હવે ફરી 16 માર્ચે બજેટ માટે બેઠક મળશે, સભ્યો ગેરહાજર રહેવા મુદ્દે કોંગ્રેસી નેતાઓએ કહ્યું ઢુંઢના કાર્યક્રમ હોવાથી કેટલાક સભ્યો ગેરહાજર રહ્યા હતી.

જિલ્લા પંચાયતની કઈ શાખામાં કેટલી બજેટ ફાળવવાની જોગવાઈ કરાઇ?
બાંધકામ ક્ષેત્રે 1.50 કરોડ, વિકાસ અને પંચાયત ક્ષેત્રે 2.60 કરોડ શિક્ષણ ક્ષેત્રે 7 લાખ 75 હજાર,સમાજ કલ્યાણ ક્ષેત્રે 21લાખ 30 હજાર આરોગ્ય ક્ષેત્રે 3 લાખ 25 હજાર,ખેતીવાડી ક્ષેત્રે 13 લાખ ,પશુપાલન ક્ષેત્રે 7 લાખ,સિંચાઈ ક્ષેત્રે 1 લાખ

અન્ય સમાચારો પણ છે...