જળસંકટ અને દુકાળ જેવી સ્થિતિ સાથે સંઘર્ષ કરનારું ઉત્તર ગુજરાતનું એક શહેર છે પાલનપુર. સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા 200 પરિવાર અહીં જે કામ કરે છે, તે ગુજરાત ઉપરાંત સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે. છેલ્લા 20-22 વર્ષથી આ પરિવાર માત્ર વરસાદમાં એકત્ર કરેલું પાણી જ પીવે છે.
છેલ્લા વીસ વર્ષમાં અહીં કોઈએ નગરપાલિકાનું ટેન્કર નથી મગાવ્યું અને ના તો કોઈ ફ્રીઝના પાણીનો ઉપયોગ કરે છે કારણ કે, અહીં દરેકના ઘરે વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા બનાવાયા છે. આ ટાંકા વર્ષમાં ફક્ત એક વાર ખોલીને સફાઈ કરાય છે. આ પાણીની ગુણવત્તા તપાસવા દિવ્ય ભાસ્કરે તેનો લેબ ટેસ્ટ પણ કરાવ્યો. જેમાં આ પાણી સંપૂર્ણપણે પીવા યોગ્ય હોવાનું માલુમ પડ્યું. એટલું જ નહીં, તેમાં પીએચ વેલ્યૂ તથા ટીડીએસ પણ આસપાસના પાણીથી સારું છે.
સંગ્રહ કરનારામાં ડૉક્ટર-અધ્યાપક-સરકારી કર્મચારી
પાણી સંગ્રહિત કરીને ઉપયોગ કરનારામાં તમામ વર્ગના લોકો સામેલ છે, જેમાંથી કોઈ ડૉક્ટર છે, તો કોઈ અધ્યાપક કે સરકારી કર્મચારી. ભાસ્કરે આવા પાંચ પરિવારો સાથે વાત કરી. જે તમામની વાતનો એક જ સૂર હતો કે, તેઓ વરસાદી પાણીને શુદ્ધ માને છે. તેમનો એવો પણ દાવો છે કે પાણીથી તેમને પેટના સમસ્યાથી છુટકારો મળ્યો છે.
પાલનપુરના રહેવાસી આયુર્વેદના (બીએએમએસ) ડૉક્ટર મહેશ અખાણી જણાવે છે કે, અમે છેલ્લા 20 વર્ષથી વૉટર હાર્વેસ્ટિંગ કરીએ છીએ. પહેલા મારા પિતાજી કરતા હતા. મારો પરિવાર દાયકાઓ પહેલા રાજકોટમાં હતો. ત્યાં પાણીની મોટી સમસ્યા હતી. આ વાત અમે ગુરુમાતાને કરી, ત્યારે તેમણે કહ્યું કે, ગીતાજીમાં જ તેનું નિદાન છે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, કે ऊं कराग्रे वसते लक्ष्मी:, करमध्ये सरस्वती। करमूले च गोविंद: प्रभाते कुरुदर्शनम्।। અમે રોજ સવારે આ શ્લોક વાંચીએ છીએ. આકાશ લોકમાંથી પાણી પૃથ્વી માટે આવે છે પરંતુ સંરક્ષણ ન થવાના કારણે તે વ્યર્થ થઈ જાય છે.
રાજકોટની આસપાસના તમામ પરિવારે આ વાતને સમજીને અત્યાર સુધી આશરે 17000થી વધુ કૂવા અને નાના તળાવને જોડીને જળ સંરક્ષણનું કામ શરૂ કર્યું છે. માત્ર પાલનપુર અને તેની આસપાસના લગભગ 1200 પરિવાર આ સમુદાયના છે, પરંતુ ફ્લેટ કે નાના ઘરોમાં રહેવાના કારણે તેઓ વરસાદી પાણીનો સંગ્રહ નથી કરી શકતા પણ જેમની પાસે જમીન સાથે જોડાયેલા ઘર છે તેઓ પોતાના ઘરમાં પાણી સંરક્ષણ માટે વ્યવસ્થા જરૂર કરાવે છે. આ રીતે 200થી વધુ પરિવાર વર્ષે 30 લાખ લીટર પાણી સંગ્રહ કરી લે છે.
પાલનપુરમાં લગભગ એક દસકાથી પ્રેક્ટિસ કરી રહેલા ડૉ. પ્રવીણ પટેલ કહે છે કે, હું પણ આ પ્રક્રિયા હેઠળ પાણીનો સંગ્રહ કરું છું. આ પાણીનું પીએચ અને ટીડીએસ સારું છે. અહીંના લોકો પાણી સંરક્ષણ માટે આજે પણ દસકા જૂની પદ્ધતિ અપનાવી રહ્યા છે, જે હાલની વૉટર હાર્વેસ્ટિંગ ટેકનિક જેવી જ છે. ફર્ક એટલો જ છે કે નવી પદ્ધતિમાં પાણી ભૂગર્ભમાં ઉતારી દેવાય છે, જ્યારે અહીં જૂની પદ્ધતિ પ્રમાણે પાણી ફિલ્ટર કરાય છે અને પછી ઉપયોગમાં લેવાય છે.
બિલ્ડરોને પણ પાણી સંરક્ષણ સાથે જોડ્યા: ડૉ. મહેશ અખાણીએ જણાવે કે અમે તમામ બિલ્ડરોને અંગત રીતે જઈને એવો આગ્રહ કર્યો કે તેઓ વરસાદી પાણી સાચવે, જેથી ભૂગર્ભ જળનું સ્તર જળવાય. ત્યારબાદ અનેક બિલ્ડરોએ અમારી વાત માની અને વૉટર હાર્વેસ્ટિંગ વ્યવસ્થા કરાવી. અહીંની દિયોદર સોસાયટીમાં લગભગ દરેક ઘરમાં વૉટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા છે. આ ઉપરાંત નજીકના નાના-મોટા ગામોમાં પણ પાણી સાચવવાનું શરૂ કરી દેવાયું છે.
ભાસ્કર દ્વારા કરાવેલો NABL લેબ રિપોર્ટ
પેરામિટર | રિઝલ્ટ | સ્વીકૃત સીમા |
પીએચ | 6.85 | 6.5થી 8.5 |
કંડક્ટિવિટી | 132.4 | - |
ટર્બિડિટી | બીડીએલ | 1 |
ટીડીએસ | 76 | 500 |
બૈરોન | બીડીએલ | 0.5 |
કેલ્શિયમ | બીડીએલ | 75 |
ક્લોરાઇડ | 15 | 250 |
કેલ્શિ. હાર્ડનેસ | બીડીએલ | - |
આયર્ન | બીડીએલ | 0.3 |
મેગ્નેશિયમ | બીડીએલ | 30 |
ફેનોલ | બીડીએલ | 0.001 |
સલ્ફેટ | 4.23 | 200 |
અલ્કાલિિનટી | 30 | 200 |
મેગ્ને. હાર્ડનેસ | બીડીએલ | - |
ટોટલ હાર્ડનેસ | બીડીએલ | 200 |
અમો. નાઇટ્રોજન | બીડીએલ | 0.5 |
(NABL લેબનો રિપોર્ટ. BDL (બિલો ડિટેક્શન લિમિટ) |
તિથિ જોઈને પાણીનો સંગ્રહ, આદ્રા, મઘા નક્ષત્રનું પાણી સારું
અહીં પાણી સંરક્ષણ સાથે જોડાયેલા અધ્યાપક વસંત ઠક્કર કહે છે કે, હું છેલ્લા પાંચ વર્ષથી પાણી સંગ્રહ કરું છું. પાણીનું સંરક્ષણ નક્ષત્ર જોઈને કરવાનું હોય છે. વરસાદ શરૂ થતાં જ અમે તૈયારી કરીએ છીએ. એવું કહેવાય છે કે, સૌથી સારું નક્ષત્ર આદ્રા હોય છે. તે વખતે સંયોગ નહીં બન્યો કે વરસાદ ના પડે, તો મઘા, પછી આશ્લેષા અને પછી રોહિણીમાં પણ પાણી ભરી શકાય છે. પ્રયાસ કરાય છે કે, મઘામાં પાણી સંરક્ષણ કરવામાં આવે, જે વધુ સારું ગણાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.