જીવલેણ અકસ્માત:અમીરગઢમાં અજાણ્યા વાહને બાઇક સવારોને ટક્કર મારતા એકનું મોત, એકને ઈજા

બનાસકાંઠા (પાલનપુર)3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકના એક પુત્રનું મોત થતા માતા-પિતા પર આભ ફાટ્યું

અમીરગઢ જોરાપુરાના પાટીયા નજીક એક બાઈક ચાલકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા શખ્સને ગંભીરઈજા પહોંચચા અમીરગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. એકના એક પુત્રનું મોત થતા માતા-પિતા પર આભ ફાટી પડ્યું હતું.
ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આજે અમીરગઢ તાલુકાના જોરાપુરા પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવી રહેલા બે બાઇક સવારને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો દોડી પહોંચ્યાં હતા અને અમીરગઢ પોલીસને જાણ કરી હતી. જોકે, અકસ્માતથી બાઈક સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા એક બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એકને સારવાર માટે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો.પરિવારનો એકના એક દીકરો ગુમાવતા માતા-પિતા પર આભ ફાટી પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...