જીવલેણ અકસ્માત:ડીસા હાઇવે પર માલગઢ નજીક બે ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત, એક ઇજાગ્રસ્ત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો, પોલીસ ઘટના સ્થળે પહોંચી

બનાસકાંઠા-ડીસા હાઈવે પર બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિને ઇજા પહોંચતા સ્થાનિક લોકોની મદદથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં એક બાદ એક અકસ્માતના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં આજે બુધવારે ડીસા-માલગઢ નજીક હાઈવે ઉપર બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં જ અનેક લોકો દોડી આવ્યા હતા અને ટ્રેલરમાં ફસાયેલા ચાલકોને બહાર નીકળવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. જોકે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે બનાવના પગલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...