કેન્દ્રીય ગૃહમંત્રી બનાસકાંઠા આવશે:મંગળવારે થરાદ અને ડીસામાં અમિત શાહ ભાજપ ઉમેદવારના સમર્થનમાં સભાને સંબોધન કરશે

બનાસકાંઠા (પાલનપુર)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ વિધાનસભા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે 12:00 વાગે થરાદના ભાજપ ઉમેદવાર શંકરભાઈ ચૌધરીના સમર્થનમાં સભા યોજવાના છે. જે બાદ ડીસા હવાઈ પિલ્લર ખાતે ડીસા ભાજપ ઉમેદવાર પ્રવીણભાઈ માળીના સમર્થનમાં સભા યોજવાના છે.

બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભાઓમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસને લઈ કેટલાક ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમમી પાર્ટી જીતની આશાએ એડીચુટીનું જોર લગાવી પ્રચાર પ્રસારમાં લાગી ગઇ છે. જેમા આવતીકાલે દેશના ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠામાં બે જગ્યાએ સભા સંબોધવાના છે. થરાદ વિધાનસભા વિસ્તારમાં ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે બાર વાગ્યે થરાદના ભાજપ ઉમેદવાર શંકરભાઈ ચૌધરીના સમર્થનમાં સભા સંબોધવાના છે. ત્યારબાદ ડીસામાં ભાજપ ઉમેદવાર પ્રવીણભાઈ માળીના સમર્થનમાં હવાઈ પિલર ખાતે સભા સંબોધવાના છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાની નજર થરાદ વિધાનસભા સીટ પર છે. જેમાં ત્રિપાંખીયા જંગમાં કોણ કોના ઉપર ભારી પડે છે તે આવનારો સમય જ બતાવશે. થરાદ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકર્તાઓ જીતની આશાએ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...