બનાસકાંઠા જિલ્લામાં એનએસયુઆઇ દ્વારા જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. બોટાદ લઠ્ઠાકાંડ જેવો બનાવ બનાસકાંઠા જિલ્લામાં ન થાય અને જિલ્લામાં દેશી દારૂના અડ્ડાઓ બંધ કરવાની માગ કરવામાં આવી છે. દારૂના વેચાણ પર કંટ્રોલ લાવવા માટે ગામડે-ગામડે એક કમિટીની રચના કરવાની માગ કરવામાં આવી છે.
બોટાદ લઠ્ઠાકાંડને લઈ NSUI એ ચિંતા વ્યક્ત કરી
આ અંગે NSUI જિલ્લા પ્રમુખ નીતિન પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા NSUI દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જે ધંધુકામાં જે લઠ્ઠાકાંડ થયો છે જેમાં અત્યાર સુધીમાં 57 લોકો મૃત્યુ પામ્યા છે એ બાબતે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા આવ્યા છીએ કે આ ઘટના બનાસકાંઠા જિલ્લામાં રિપીટ ના થાઈ કારણે બનાસકાંઠા જિલ્લા પણ એવી ઘણી જગ્યાઓ છે લગભગ 70 ટકા ગામડામાં દેશી દારૂ મળે છે અને એ જાણકારી પોલીસ તંત્રેને સંપૂર્ણ છે. છતાં પણ કાર્યવાહી થતી નથી એટલે અમારી એક રિકવેસ્ટ છે કે આ બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવે. કલેક્ટરને રિકવેસ્ટ છે કે પોલીસ તંત્રેને એક સૂચના આપવામાં આવે.
દરેક ગામમાં એક કમિટી બનાવવાની માગ
એક ગ્રામ કક્ષાએ કમિટી બનાવવામાં આવે જેમાં સરપંચ,તલાટી, પ્રાથમિક શાળાના આચાર્ય, આરોગ્ય કર્મચારીનો સમાવેશ કરવામાં આવે. કમિટી બનાવવામાં આવે એમની એક જવાબદારી નક્કી કરવામાં આવે અમારા ગામમાં આ વસ્તુના બનવી જોઈએ એને આની માહિત પોહોંચવી જોઈએ. એ પ્રમાણે સિસ્ટમ બનાવવામાં આવે તો જે દારૂ બનાવનાર લોકો છે એમને ડર પેસસે તોજ પ્રોપર દારૂબંદીનું કામ બનાસકાંઠા જિલ્લા કરી શકશુ આગળના સમયમાં આપણા જે યુવાનો છે આ દારૂના નશાની લતમાં ના પડે માટે અત્યાર થી આપને બધાઈ આમ નાગરીક ને પણ વિનંતી છે આ બાબતે તમારા ગામમાં દારૂ વેચાણ થતું હોઈ કમસેકમ પોલીસ તંત્રને માહિતી આપે.
ધાનેરામાં પોલીસે બે દિવસમાં 17 સ્થળે રેડ કરી 110 લિટર દારૂ ઝડપ્યો
શહેરમાં 17 જગ્યાએ રેઇડ કરીને અલગ-અલગ જગ્યાએથી 110 લીટર દેશી દારૂ બે દિવસમાં ઝડપી પાડ્યો હતો અને પોતાની કામગીરી બતાવી હતી. ખરેખર જો પોલીસને આ દારૂ વેચનારાઓની ખબર જ હતી તો તે પહેલા કેમ રેઇડ કરતા ન હતા અને આ કાંડ થતાં જ તમામ દેશી દારૂ વેચનારના અડ્ડાઓ તેમને દેખાવા લાગ્યા તે બાબતે પણ લોકો પોલીસ સામે આક્ષેપો કરી રહ્યા છે.
બનાસકાંઠાની બોર્ડર પરથી દારૂ ગુજરાતમાં ઘૂસાડાય છે: ડીસાના પૂર્વ ધારાસભ્ય
સરકાર અને અધિકારીઓની મિલીભગતથી બુટલેગરોને છૂટોદોર આપી દીધો હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાન અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ કર્યો હતો. દારૂબંધીના બણગા ફૂંકતી ગુજરાતની ભાજપ સરકારના નાક આગળ જ દિન દહાડે દારૂની રેલમછેલ જોવા મળે છે. દુધની જેમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસ નેતા અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે દારૂ બનાસકાંઠા જીલ્લાની અલગ-અલગ બોર્ડર ઉપર થઇ ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં પહોંચે છે તો શું આ ખુલ્લેઆમ દારૂની હેરાફેરીથી બનાસકાંઠા પોલીસ અજાણ હોવા અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.