તકેદારી અને સુરક્ષા સાથે સફાઈ કાર્ય:હવે પાલનપુરમાં શ્રમિકોને હાથોમાં ગ્લવ્સ અને પગમાં હોલબુટ અપાયા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લડબીની સફાઈ મજૂરો સિવાય શક્ય નથી, જેસીબી ઉતરશે તો પાઈપો તૂટશે : પાલિકા

પાલનપુર શહેરની વરસાદી પાણીના નિકાલની પાઈપ લાઈનમાં ગટરના પાણી વહી રહ્યા છે જેની ચેમ્બરમાં પ્રિ-મોન્સૂન એક્ટીવીટી અંતર્ગત સફાઇ-કાર્ય કરવામાં આવી રહી છે દરમિયાન એજન્સી દ્વારા લવાયેલા શ્રમિકો એમના જોખમે સફાઇ કરવા ચેમ્બરમાં ઉતરતા તે અંગેની તસવીર ગુજરાત ભરમાં પ્રકાશિત થતા હડકંપ મચી ગયો હતો અને પાલિકાની સંબંધિત શાખા સહિતના સ્ટાફને ખુલાસાઓ કરવા સહિતની કામગીરીમાં સતત વ્યસ્ત રહેવું પડ્યું હતું.

એજન્સીએ જણાવ્યું હતું કે "લડબીનાળામાં ભૂગર્ભ ગટરની પાઈપ અને ચેમ્બર બનાવી દેવાતા હિટાચી કે જેસીબી મશીનથી તેની સફાઇ કરવામાં પાઈપલાઈન તૂટી જવાનું જોખમ છે. પ્રથમ તબક્કામાં મજૂરો દ્વારા સફાઈ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને મજૂરોને હાથના મોજા પગમાં ગ્લોઝ વગેરે આપવામાં આવ્યા છે. પૂરતી તકેદારી અને સુરક્ષા સાથે સફાઈ કાર્ય ચાલી રહ્યું છે જેથી વરસાદી પાણી ન અવરોધાય.

અન્ય સમાચારો પણ છે...