નોટિસ:રવિવારે ફરજ ઉપર હાજર નહીં રહેનારા 32 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને છુટા કરવા નોટિસ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજદીપ એજન્સીના કોન્ટ્રાકટ બેજ ઉપર ફરજ બજાવતાં કર્મીઓને છુટા કરવા નોટિસ
  • ધાનેરા વિસ્તારમાં રોગ નિયંત્રણ કામગીરી માટે રવિવારે ફરજ પર બોલાવાયા હતા

ધાનેરાપંથકમાં રોગચાળા નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોને ફરજ ઉપર બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તાલુકા આરોગ્ય અધિકારીએ ઓચિંતી તપાસ કરતાં 32 કર્મચારી હાજર મળ્યા ન હતા. જેમને તાત્કાલિક અસરથી છુટા કરવા નોટિસ આપી કોન્ટ્રાકટ એજન્સીને જાણ કર હતી.

ં જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી અર્બન હેલ્થ સેન્ટર ધાનેરાના સેજામાં આવતા વિસ્તારમાં સઘન અને ધનિષ્ઠ પોરાનાશક કામગીરી અને સર્વેલન્સ કામગીરી કરવા માટે હાજર રહેવા આદેશ કરાયો હતો. આ અંગે ડો. જીજ્ઞેશ હરિયાણીએ જણાવ્યું હતુ કે, ફરજ પ્રત્યે નિષ્કાળજી અને બેદરકારી જણાતાં છુટા કરી રાજદીપ એજન્સી હસ્તક પરત કરવા આદેશ કરવામાં આવ્યો છે.

આ કર્મચારીઓએ ફરજમાં બેદરકારી દાખવી
1. નિરવકુમાર જી. સોલંકી - મોટામેડા
2. હાર્દિકકુમાર એ. ગેલોત - ભાટીબ
3. રાહુલકુમાર એસ. પ્રભાકર - જીવાણા
4. અેન. પી. રાજપૂત - માલોત્રા
5. પી. બી. માળી - અનાપુરગઢ
6. એન. પી. ચૌધરી - એડાલ
7.વી. ડી. શ્રીમાળી - રવિયા
8. યોગેશ આર. પરમાર- શીયા
9. કલ્પેશ જી. બારોટ - આલવાડા
10. ભરતભાઇ એમ. પ્રજાપતિ - રૂણી
11. મયુર આર. પરમાર - વાછડાલ
12. કે. એન. પરમાર - વિરોલ
13. રમેશકુમાર શ્રીમાળી - અનાપુરછોટા
14. વિજય જે. પરમાર - કુંડી
15.અમિતકુમાર પી. પરમાર - રવિ
16.નિતેશકુમાર જે. મકવાણા - સોડાલ
17. નરેશ વી. જગાણીયા - વાછોલ
18. કે. ડી. મકવાણા - વાછડા
19.અશોકભાઇ એચ. ચૌધરી - ધરણોધર
20. વી. એચ.ગુર્જર - ધરણોધર
21.વી. એન. સોલંકી - ડુગડોલ
22. એમ. એસ. ગોહિલ - ડુગડોલ
23. જે.વી. પરમર - શેરગઢ
24. એસ. એસ. અધારિયા- વાસણ
25. અેન. એમ. ચૌધરી - ખીંમત
26. આર. એન. પરમાર - સિલાસણ
27.એન. બી. પરમાર - ઉમેદપુરા
28.જીતેન્દ્રભાઇ આઇ. ફાગુદરિયા - વાલેર
29.મુકુલ આર. પરમાર - થાવર
30. વિપુલ એસ. પરીખ - લવારા
31. ગોવિંદ એસ. ઠાકોર - રામપુરામોટા
32.બંકીમચંદ્ર પી. પ્રિયદર્શી- રામપુરામોટા

અન્ય સમાચારો પણ છે...