વિધાનસભાની ચૂંટણી જાહેર:ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન, વર્ષ-2017 કરતા આ ચૂંટણીમાં 8,34,959 મતદારો વધ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.ની 27 બેઠક પર 73,31,029 મતદારો મત આપશે
  • વર્ષ-2017 માં ઉ.ગુ.માં કોંગ્રેસે 14, ભાજપે 12 અને અપક્ષે 1 બેઠક જીતી હતી
  • બ.કાં.માં 9 બેઠકો પૈકી 2 બેઠકો ડીસા અને કાંકરેજની બેઠક ભાજપ પાસે,7 પર કોંગ્રેસ પાસે

ચૂંટણીપંચે ગુરૂવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર કરી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બીજા ચરણમાં 27 બેઠકો પર આગામી 5 ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તેમજ 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. 27 બેઠક પર 73,31,029 મતદારો નોંધાયા છે. વર્ષ-2017 ની ચૂંટણીમાં 64,96,570 મતદારો હતા. એટલે કે, ગત વિધાનસભાની ચૂંટણી કરતાં આ વખતે 8,34,459 મતદારો વધ્યા છે. વર્ષ 2017 ની ચૂંટણી પરિણામમાં 27 બેઠકો પૈકી 14 બેઠક કોંગ્રેસ, 12 બેઠક ભાજપ અને 1 બેઠક અપક્ષની રહી હતી.

આ ચૂંટણીમાં 73.51% મતદાન સાથે 47,75,421 લોકોએ મતાધિકાર ભોગવ્યો હતો. જે પૈકી ભાજપને 21,39,217 મત અને કોંગ્રેસને 21,06,821 મત મળ્યા હતા. જ્યારે નોટા અને અન્ય ઉમેદવારોને 5,29,383 મત મળ્યા હતા. ચૂંટણી બાદ ઊંઝા બેઠકના કોંગ્રેસના ડો.આશાબેન પટેલ પક્ષ પલટો કરી ભાજપમાંથી વિજેતા બન્યા હતા.

જો કે, તેમના અવસાન બાદ બેઠક ખાલી રહી હતી. તેવી જ રીતે ભિલોડા કોંગી ધારાસભ્ય ડો.અનિલ જોષીયારાના અવસાન બાદ બેઠક ખાલી રહી હતી. ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલ, રાધનપુરના કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં અને વડગામ અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે થરાદના પરબતભાઇ પટેલ સાંસદ બનતાં પેટાચૂંટણી જાહેર થતાં તેમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વિજયી બન્યા હતા.

બનાસકાંઠા જિલ્લાની વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર અને કાંકરેજ મળી નવ વિધાનસભાની ચૂંટણી પાંચ ડિસેમ્બરે યોજાશે અને આઠ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. જિલ્લાની 9 વિધાનસભા બેઠકો પૈકી સાત બેઠકો કોંગ્રેસ જ્યારે બે બેઠકો ભાજપ પાસે છે. ચૂંટણી જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પણ ઝડપી બનાવાઈ છે. પ્રદેશ ભાજપ દ્વારા બનાસકાંઠામાં કેન્દ્રીય નેતાની નિગરાનીમાં ટીમ બનાવાઇ છે. જો ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં જોતરાયા છે.

જિલ્લામાં 2612 મતદાન મથકોમાં 10448 જણ નો સ્ટાફ ફરજ બજાવશે દરેક વિધાનસભા વાઈઝ અલગ અલગ મતદાન મથક ની થીમ ચૂંટણીપંચે નિર્ધારિત કરી છે. જેમાં આદર્શ મતદાન મથક ઇકો ફ્રેન્ડલી મતદાન મથક દિવ્યાંગજન સંચાલિત મતદાન મથક, 25 થી 30 વર્ષના યુવા કર્મીઓના યુવા મતદાન મથક એક એક બનાવવામાં આવશે. જ્યારે દરેક વિધાનસભા દીઠ 7 સખી મતદાન મથકો બનાવવામાં આવશે જેમાં મહિલા કર્મચારીઓ દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે."

સરકારી ઇમારતો તેમજ જાહેર જગ્યાઓ ઉપર લગાવેલા બેનર અને હોર્ડીંગ ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી. કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે "2017 ની ચૂંટણી કરતા આ વખતે પ્રથમવાર 80 વર્ષથી ઉપરના 39,969 ઉમેદવારો માટે પોસ્ટલ બેલેટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 81,515 યુવા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરશે. નોંધનીય છે કે પ્રથમ વાર 80 વર્ષથી ઉપરના 39,000 મતદારો પોસ્ટલ બેલેટથી પણ મતદાન કરી શકશે,ફ્લાઈંગ કોડ ની ટીમો 27 થીવધારીને 41 કરાવાઈ છે.

આચારસંહિતા લાગુ થતાં રાજકીય પાર્ટીના બેનરોના લખાણ દૂર કરવાનું શરૂ
વિધાનસભા ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે જેના ભાગરૂપે જાહેર સ્થળોએ લગાવેલા હોર્ડીગ બેનર ઉતારી લેવાયા હતા. જોકે જિલ્લા કલેકટર એ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જે કોઈ પ્રાઇવેટ મકાન ઇમારતમાં મંજૂરી લઈને બેનર લગાવ્યું હોય તો તે આચાર સહિતા ભંગમાં આવતું નથી. આવા સ્થાનો પર મંજૂરી મેળવીને બેનર લગાવી શકાય છે.

ઉ.ગુ.માં મતદારોની સંખ્યા 834959 વધી......

જિલ્લો20172022વધારો
મહેસાણા15857891730345144556
પાટણ10283681172653144285
બનાસકાંઠા21455392489694344155
સાબરકાંઠા9866941108722122028
અરવલ્લી74968082961579935
કુલ64960707331029834959

વિધાનસભાના મત વિભાગવાર મતદારો

વિધાનસભા

પુરુષ મતદારોસ્ત્રી મતદારોકુલ મતદારો
7-વાવ157819144199302019
8-થરાદ129847118261248208
9-ધાનેરા140199128452268653
10-દાંતા132239125413257655
11-વડગામ149970144770294742
12-પાલનપુર146202138186284390
13-ડીસા150428138953289384
14-દીયોદર133013120148253162
15-કાંકરેજ152767138712291481
કુલ129258411970942489694

આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગે ફરિયાદ સંબંધી ટોલ ફ્રી નં.1800-233-2022
કન્ટ્રોલ રૂમ નંબર-2742-260791 છે.
સ્ટેટીક સર્વેલન્સ ટીમ 90
ફ્લાઇંગ સ્ક્વોર્ડ ટીમ 42
નોડલ ઓફિસરો 22
વિડીયો રેકોર્ડીંગ માટે વિડીયો સર્વેલન્સ ટીમ 23
વિડીયો વ્યુંઇગ ટીમ 9

વયજૂથ મતદારો
વયજુથમતદારો
18-1981515
20-29626239
30-39629310
40-49466118
50-59333163
60-69209892
70-79103488
80+39969
કુલ2489694
કુલ પૈકીPWD24280

2017 ની ચૂંટણીમાં થયેલું મતદાન

જિલ્લોબેઠકમતદારોમતદાનટકાવારી
મહેસાણા71585789115051872.55%
પાટણ4102886871685069.67%
બનાસકાંઠા92154539162890375.92%
સાબરકાંઠા498669475105876.12%
અરવલ્લી374968052809270.44%
કુલ276496570477542173.51%

2017 માં કોને કેટલા મત મળ્યા

જિલ્લોકોંગ્રેસભાજપઅન્ય (નોટા સાથે)
મહેસાણા503104539717107697
પાટણ34285529369380302
બનાસકાંઠા658699717657252547
સાબરકાંઠા34347735142256159
અરવલ્લી25868623672832678

બનાસકાંઠાની સ્થિતિ
કુલ- 9 વિધાનસભા મતવિસ્તારો
2612 મતદાન મથકો
કુલ મતદારો 2489,694
દિવ્યાંગ મતદારો 24,280
કુલ ચૂંટણી સ્ટાફ-10,448 મહિલા કર્મી 2907
હેલ્પ લાઇન નંબર 1950

ખેડૂતોને આધાર પુરાવા અને બીલ રાખે જેથી હેરાનગતિ ન થાય: જિલ્લા કલેકટર
​​​​​​​" રોકડ વ્યવહાર અને ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે સ્ટેટીક સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવેલી છે. રોકડ અને અન્ય વસ્તુઓ લઇને જતી વખતે આધાર-પુરાવા તરીકે માલ વેચ્યા અને ખરીદીનું બિલ વગેરે રાખવામાં આવે તે જરૂરી છે. - આનંદ પટેલ કલેક્ટર

સાત ચક પોસ્ટની સંખ્યા વધારે ને 30 ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી
"રાજસ્થાન રાજ્યને અડીને આવેલા જિલ્લામાં સરહદી વિસ્તારોમાં આ વખતે 30 ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવી છે. જેમાં પોલીસની સાથે 13 ITBP ની ટીમ તૈનાત રેહશે. માદક પદાર્થો અને શંકાસ્પદ વસ્તુઓની હેરફેર થતી જણાય તો પોલીસને વોટ્સએપ નંબર 9913161000 ઉપર નાગરિકો માહિતી આપી શકે છે. લાયસન્સ ધારક હથિયારો એક અઠવાડીયામાં જમા લેવામાં આવશે. - અક્ષરાજ મકવાણા પોલીસ અધિક્ષક

​​​​​​​ભાજપના વિકાસ સામે ભ્રષ્ટાચાર, મોંઘવારી જ અન્ય પક્ષોના મુદ્દા
​​​​​​​2022 ની વિધાનસભા ચૂંટણી 2017 કરતાં અલગ જ માહોલ થઈ રહી છે. 2017ની ચૂંટણીમાં સંપૂર્ણ રાજ્યની સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ પાટીદાર અનામત આંદોલન જ મુખ્ય મુદ્દો હતો. અન્ય મુદ્દાઓ ગૌણ થઈ ગયા હતા. 2022ની ચૂંટણીમાં આ ચૂંટણી મુદ્દો નથી. ભાજપ ઉત્તર ગુજરાતમાં વિકાસના મુદ્દા પર જ ચૂંટણી લડશે. કોંગ્રેસ, આમ આદમી અને અન્ય પાર્ટીઓ ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો, સરકારી ભરતીની પરીક્ષામાં પેપર ફૂટવાના કૌભાંડો જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડશે.

ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠામાં ગૌશાળા સંચાલકો, ખેડૂતોના સિંચાઇના પ્રશ્નો લાંબી લડત બાદ મહદઅંશે ઉકેલાયા છે. સાબરકાંઠા -અરવલ્લી જિલ્લામાં પણ આ મોટા મુદ્દા છે. મહેસાણા જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નો અન્ય જિલ્લાની જેમ જ છે. પણ સરકારી ભરતીમાં ભ્રષ્ટાચાર ,આરોગ્ય કર્મચારીઓથી લઇ જુદા-જુદા સરકારી કર્મચારીઓના આંદોલન પણ મુદા છે.

પાટણ જિલ્લાની વાત કરીએ તો ઔદ્યોગિક વિકાસ હજી પણ આ જિલ્લા માટે એક મોટો મુદ્દો છે. છેલ્લા બે મહિનામાં ઉત્તર ગુજરાતમાં વડાપ્રધાને જેટલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે ભાજપ આને લઈને જ પ્રજા સમક્ષ જશે. પણ દર ચૂંટણીની જેમ જ્ઞાતિવાદ ફરી મહત્વનો મુદ્દો તમામ પાર્ટીઓ માટે રહેશે. દરેક સમાજે વસ્તી પ્રમાણે ટિકિટની માંગણી કરી છે. એટલે ટિકિટ વિતરણ સુધી બીજા મુદ્દાઓ એક તરફ રહી જશે અને જ્ઞાતિવાદનો મુદ્દો જ વધારે ચાલશે. - ભાસ્કર વિશ્લેષણ; દેવેન્દ્ર તારકસ, સંપાદક

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...