વડગામ તાલુકાના મેમદપુર ગામની ત્રીજા ધોરણમાં ભણતી નવ વર્ષીય બાળા કેન્સરગ્રસ્ત દર્દીઓની વ્હારે આવી છે. કેન્સરગ્રસ્ત દર્દીઓની મદદ માટે તૃષાબાએ હસતા મોઢે પોતાના તમામ વાળનું દાન આપ્યું હતું. નાની એવી બાળકીએ કરેલા હેર ડોનેટને લઈ તેમના માતાપિતાએ પણ ખુશી વ્યકત કરી હતી. મહત્વનું છે કે, બનાસકાંઠા જિલ્લામાં હેર ડોનેટ કરનારી તૃષાબા પ્રથમ બાળકી બની છે.
તૃષાબાને નાનપણથી જ ઈચ્છા હતી કે, પોતાના વાળ ડોનેટ કરે. પરંતુ ઉંમર નાની હોવાથી એ શક્ય ન હતું. પરંતુ થોડા દિવસ આગાઉ તેને માતા પિતા સમક્ષ વાળ ડોનેટ કરવાનો વિચાર રજૂ કર્યો અને તેના માતાપિતાને પણ આ વાત યોગ્ય લાગી. જે બાદ માતા-પિતાએ આવી કોઈ સંસ્થાને શોધવાની શરૂઆત કરી હતી. ત્યારે હૈદરાબાદની હેર ડોનેટ નામની સંસ્થાનો સંપર્ક થયો હતો અને વાતચીત બાદ આ વાળ આપવાનું હૈદરાબાદની સંસ્થાને નક્કી થયું હતું. આજે બનાસકાંઠામાં પ્રથમ એવી આ બાળા છે જેને કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ માટે પોતાના વાળ ડોનેટ કર્યા હતા. તૃષાબાએ ડોનેટ કરેલા હેરની હવે વીગ બનાવવામાં આવશે જે વિગ કેન્સરગ્રસ્ત પેશન્ટને આપવામાં આવશે.
હેર ડોનેટ કરનાર તૃષાબાએ જણાવ્યું હતું કે, હું જયારે નાની હતીને ત્યારે મારા નાનીમાને કેન્સર થયું હતું. જેથી એમના વાળ જતા રહ્યા હતા. ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારાં વાળ કેન્સરના દર્દીને આપીશ અને તેમના મોઢા પર સ્માઈલ લાવીશ.
<
જ્યારે તૃષાબાના માતા જયશ્રીબાએ જણાવ્યું હતું કે, મારાં દીકરીબા નાના હતા ત્યારે એમના મારાં મમ્મીને કેન્સર થયું હતું એ વખતે એમને જોયું હતું. મારાં મની વાળ ખરી ગયા હતા એ જોયા પછી હમણાં એને એવો વિચાર આવ્યો કે મારે વાળ ડોનેટ કરવા છે અમે એ વિચારને અમલમાં મુક્યો છે અને આજે એ કાર્ય કર્યું છે.
સંસ્થા સાથે સંકળાયેલ તૃપલ પટેલે જણાવ્યું હતું કે, આજે તૃષાબા નામની જે છોકરી છે એ પોતાના તમામ હેર ડોનેટ કર્યા છે. આ જે વાળ છે એ હૈદરાબાદ હેર ડોનેશન સંસ્થા છે તેમાં જાય છે. સંસ્થા દ્વારા એ વાળ કંપનીમાં મુકવામાં આવે છે અને ત્યાંથી હેર વીગ બનાવીને સમગ્ર ભારત જેટલાં પણ કેન્સર પેશન્ટ છે એમને નિઃશુલ્ક આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને બહેનો આર્થિક પરિસ્થિતિ ખરાબ છે મોંઘી વીગ લઈ શકે તેમ નથી તેવી મહિલાઓ સંસ્થા નિઃશુલ્ક વીગ આપે છે. તૃષાબા બનાસકાંઠા જિલ્લાની પ્રથમ એવી બાળકી છે કે જેને પોતાના તમામ હેર ડોનેટ કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.