ધરતીપુત્રો ખુશખુશાલ:રાજસ્થાનમાં પડેલા વરસાદના કારણે માવલ-અમીરગઢ પાસે બનાસ નદીમાં નવા નીરની આવક

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • જિલ્લાની જીવાદોરી એવી લોકમાતા સમાન બનાસનદી નવા નીરથી જીવંત થઈ

રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. નદીના નીર આવતા સ્થાનિકો સહીત ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે બનાસકાંઠા માં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કે હજુ હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લા વધુ વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે.

બનાસનદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ
બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં હાલ ધીમે ધીમે નદીના નીરમાં આવી રહ્યા છે. જોકે માલવ અમીરગઢ પાસે બનાસ નદીમાં નીર આવતા આ વિસ્તારના પાણીના તળ ઊંચા આવવાની ખેડૂતોને આશા બંધાઈ છે.

જિલ્લામાં હજી તળાવો ડેમો ખાલી છે
બનાસકાંઠા જિલ્લામાં પણ હજુ એવરેજ 29.4 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા તળાવો ડેમો ખાલી પડ્યા છે. જો સારો વરસાદ થાય તો તળાવો ડેમો છલોછલ ભરાય જેથી કરીને જિલ્લા ખેડૂતો આવનારી સીઝનની ખેતી કરી શકે. જોકે અત્યારે જિલ્લામા સારા વરસાદના પગલે હાલ તો મોટાભાગ ના ખેડૂતો વાવણી કરી રહ્યા છે. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવામાં મળી છે.

અન્ય સમાચારો પણ છે...