પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર જગાણા નજીક આવેલી ઓઇલ મીલ નજીકથી 15 દિવસ અગાઉ એરંડા ભરેલી ટ્રકની ઊઠાંતરી કરનાર બે શખ્સોને બનાસકાંઠા એલસીબીની ટીમે ઝડપી લીધા હતા. એલસીબી પી.આઈ ડી.આર. ગઢવીએ જણાવ્યું કે, હિંમતનગર ગંજબજારમાં આવેલી પેઢીમાંથી ઇડર તાલુકાના દાવડના રાજેન્દ્રસિંહ જગતસિંહ વીયોલ ટ્રક નં. જીજે. 09. વાય. 6845માં એરંડાની બોરીઓ ભરીને પાલનપુર તાલુકાના જગાણા નજીક આવેલી ઓઇલ મીલમાં આવ્યા હતા. જેઓ ટ્રક રોડની સાઇડમાં મુકી મીલમાં ગેટ ઉપર બીલ લઇ નોંધાવવા ગયા હતા. ત્યારે માત્ર પાંચ મિનિટના સમયગાળામાં કોઇ અજાણ્યો શખ્સ રૂ. 8,28,800ની એરંડાની બોરીઓ નંગ 160 ભરેલી ટ્રકની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.
તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ટ્રકની ઉઠાંતરી કરનાર સિધ્ધપુર તાહીરપુરા બિસ્મિલ્લા મસ્જિદની પાસે રહેતા અલ્તાફભાઈ યુનુસભાઇ મલેક અને સાયરાબાઈની ચાલી બ્રિજ નીચે રહેતા હાજીમીયા ચાંદભાઈ કડિયાને કાણોદર હુસેન ટેકરી નજીકથી ઝડપી લીધા હતા.
એક જ સમયે રિક્ષા, એકટીવા અને ટ્રક મળી 3 વાહનો ચોર્યા
સિધ્ધપુરમાં રહેતા અલ્તાફભાઈ યુનુસભાઇ મલેક અને સાયરાબાઈની ચાલી બ્રિજ નીચે રહેતા હાજીમીયા ચાંદભાઈ કડિયાએ સિદ્ધપુરના જ ઇરફાનભાઇ અબ્બાસભાઈ શેખ સાથે મળી છાપીની સોસાયટીમાંથી રીક્ષાની ચોરી જગાણા ઓઇલ મીલે આવ્યા હતા. જ્યાંથી એરંડા ભરેલી ટ્રકની ઉઠાંતરી કરી ટ્રક એરોમા સર્કલ પાસે મૂકી દીધી હતી. અને કેપલ હોટલ પાછળથી એકટીવાની ચોરી કરીહતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.