કામગીરી:પાલનપુરના ચડોતર નજીકથી રૂ. 3.7 લાખનો વિદેશી દારૂ ભરેલું ડાલુ ઝડપાયું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના ચડોતર નજીકથી પોલીસે વિદેશી દારૂ ભરેલું જીપડાલું ઝડપી લીધું હતું. વિદેશી દારૂ, જીપડાલુ સહિત કુલ રૂપિયા 5.07 લાખનો મુદ્દામાલ કબજે લઇ એક શખ્સની અટકાયત કરી હતી. ચાલક નાસી ગયો હતો.પાલનપુર તાલુકા પીઆઇ બી. આર. પટેલે ટીમ સાથે ચડોતર નજીક પસાર થતા જીપડાલાને ઉભી રખાવી તલાશી લેતા તેમાંથી રૂપિયા 3,07,440નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે રૂપિયા 2,00,000નું જીપડાલુ રૂપિયા 5000 નો મોબાઈલ મળી કુલ રૂપિયા 5,07,440 મુદ્દામાલ કબજે લીધો હતો. અને રાજસ્થાનના જાલોર જિલ્લાના ગોમીનો દિનેશકુમાર બાબુલાલ વિશ્ર્નોઈની અટક કરી હતી. જ્યારે નાસી છૂટેલા ચાલક ચુનીલાલ વર્ધારામ વિશ્ર્નોઇ અને અન્ય શખ્સ જગદીશ કુમારને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા હતા.

કંબોઈમાં એક લાખનો દારૂ જપ્ત
શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે કંબોઇ ગામે ખેતરમાં રહેણાંક કરી રહેતા ઈશ્વરસિંહ સોલંકીના ખેતરમાં રહેણાંક, ઘરે પોલીસે રેડ કરતા વિદેશી દારૂની બોટલો નંગ-1023 ઝડપી પાડી હતી. જેની કિંમત રૂ.1,03,100 નો મુદ્દામાલ ઝડપી શિહોરી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...