અબોલ જીવોને બચાવી લેવાયાં:અમીરગઢ બોર્ડર નજીકથી ગૌરક્ષકોએ 16 જેટલી ભેંસો ભરેલી આઈસર ગાડી ઝડપી, કુલ રૂ. 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાડી ડ્રાઈવર અને કંડક્ટર ગૌરક્ષકોને જોઈ ગાડી મૂકી ભાગી છૂટ્યા
  • અમીરગઢ પોલીસે રૂ. 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર નજીકથી ગૌરક્ષકોએ એક ભેંસો ભરેલું આઈસર ટ્રક ઝડપી પાડી છે. ઈકબાલગઢ હાઇવે પરથી ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે બાતમીવાળી આઈસર ટ્રક નીકળતાં જ અમીરગઢ બોર્ડર નજીક ગૌરક્ષકોએ ટ્રકને ઝડપી પાડી હતી અને પોલીસને હવાલે કરી હતી. જેથી અમીરગઢ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના ગૌરક્ષકોએ ઈકબાલગઢ જતી એક Gj 08 Au 8731 નંબરની આઇસર ગાડી શંકાસ્પદ લાગતા પીછો કર્યો હતો. અમીરગઢ બોર્ડર નજીક આવતાં ગાડી ડ્રાઈવર અને કંડક્ટર ગૌરક્ષકોને જોઈ ગાડી મૂકી ભાગી છૂટ્યા હતા. જો કે આઈસર ટ્રકમાં ચેક કરતાં પાછળના ભાગે 16 ભેંસો ક્રૂરતાપૂર્વક ભરી ઘાસ તથા પાણીની સગવડ ન રાખી લઇ જવાઇ રહી હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ગૌરક્ષકોએ ગાડી અમીરગઢ પોલીસ સ્ટેશન લઇ જઇ પોલીસને હવાલે કરી હતી. અમીરગઢ પોલીસે 16 જેટલી ભેંસો તેમજ કુલ રૂ. 6 લાખ 60 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...