બદલાવ:પાલનપુરની સરકારી સિવિલમાં ગુડ ફેલો હોસ્પિટલનું નવાબી સ્ટ્રક્ચર તોડી પડાશે, નવી ઇમારત ઊભી કરાશે

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂના કવાટર્સ તોડીને નવું 16 કરોડના ખર્ચે 7 માળનું ટ્રોમા સેન્ટર બનાવવાની કામગીરી

પાલનપુરની સિમલાગેટ સ્થિત સિવિલ હોસ્પિટલનો કબજો બનાસ ડેરીના ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ટ્રસ્ટ પાસે આવ્યા બાદ સતત બાંધકામો આચરાઈ રહ્યા છે કે વાહનો ક્યાં પાર્ક કરવા તેની મુશ્કેલી સર્જાઇ રહી છે. તેવામાં આવનારા સમયમાં સિવિલ હોસ્પિટલની વચ્ચોવચ આવેલુ જૂનું સ્ટ્રક્ચર તોડી નવી ઈમારત ઊભી કરવામાં આવશે હાલમાં પીએમ રૂમની બાજુમાં નવા ટ્રોમા સેન્ટર માટે બાંધકામની શરૂઆત કરવામાં આવી છે. તબક્કાવાર એક પછી એક કામો ચાલશે આવનારા વર્ષોમાં સિવિલની સુરત બદલાઈ જશે.

સરકારી હોસ્પિટલમાં જ્યાં જુના ટ્રોમા સેન્ટર ની બાજુમાં 2 વર્ષથી ચાલતું નવીન સ્ટ્રક્ચર બનાવીને તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં હવે પીએમ રૂમની બાજુમાં જ્યાં અગાઉ જૂના ક્વાટર્સ હતા તે તોડીને સાત માળનું 16 કરોડના ખર્ચે અત્યાધુનિક ટ્રોમા સેન્ટર અને વોર્ડરૂમ બનાવવામાં આવનાર છે. પાલનપુર સિવિલ હોસ્પિટલના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ગરીબ પરિવાર માટે આશીર્વાદરૂપ બનાસ હોસ્પિટલ આવનારા દિવસોમાં અત્યાધુનિક સરકારી સિવિલ હોસ્પિટલ બનશે અને 900 બેડની હોસ્પિટલ તૈયાર થશે.

" જોકે વિકાસની આ કેડી વચ્ચે પાલનપુર સિવિલ હોસ્પિટલનું ભવ્ય હેરિટેજ લુક આવનારા દિવસોમાં જોવા નહીં મળે. નવાબ કાળમાં ગુડફેલો હોસ્પિટલના નામથી જાણીતી સિવિલને જમીન દોસ્ત કરી અંડરગ્રાઉન્ડ પાર્કિંગ સાથે આઠ નવ માળની મોર્ડન લુક સાથેની હોસ્પિટલ બનાવવામાં આવશે જેથી શહેરી વિસ્તારના દર્દીને ક્યાંય બહાર જવું ન પડે. મોરિયાની હોસ્પિટલમાં મોટી હોસ્પિટલ બનનાર હતી પરંતુ તેના માટે અન્યત્ર વિચારણા ચાલી રહી

આરોગ્યધામવાળા રસ્તે વૈકલ્પિક રસ્તો તૈયાર કરાશે
પાલનપુર સિવિલને અડીને પાલનપુર નગરપાલિકાનો ગેટ, આરોગ્યધામ સામેની નગરપાલિકાની માલિકીની દુકાન, તેમજ સિટી પોલીસ સ્ટેશનની આગળના રોડ સુધીની વિશાળ જગ્યા આવેલી છે જેમાં ઘણી વખત સીમલા ગેટ તરફના વળાંકમાં એમ્બ્યુલન્સ ને આવવામાં મુશ્કેલી સર્જાય છે તેવામાં સિવિલના ભવિષ્યના આયોજન મુજબ આરોગ્યધામ સામેની નગરપાલિકાની લીઝની કોઈક દુકાનો મેળવી રસ્તો કરાશે.

અન્ય સમાચારો પણ છે...