પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનો પ્રયાસ:ડીસા રોટરી ક્લબ ખાતે પ્રાકૃતિક ખેતી તાલીમ વર્ગ યોજાયો, ખેડૂતોને સરકારના વધુમાં વધુ લાભ મળે તે માટે જાણકારી અપાઇ

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો હેતુ, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

ડીસા ખાતે કાર્યરત રોટરી ક્લબ ખાતે આજે મંગળવારે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ખેડૂતલક્ષી યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુથી યોજવામાં આવ્યો હતો. જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને બનાસકાંઠા પ્લાન ડીપાર્ટમેન્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલા રોટરી ક્લબ ખાતે બનાસકાંઠા પ્લાન ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખેરની અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા સેમિનારમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આજે બનાસકાંઠા પ્લાન ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેતીવાડી, બાગાયત, આત્મા તેમજ પશુપાલન ક્ષેત્રે ફરજ બજાવતા વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ તેમજ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા તમામ ગામના ગ્રામ સેવકો અભિયાનમાં જોડાયા છે અને દરેક અધિકારીઓએ બનાસકાંઠા જિલ્લાના 234 ગામ દત્તક લીધા છે. જેમાં દત્તક લીધેલા ગામોમાં અધિકારીઓ દ્વારા ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે કાર્યક્રમો કરવામાં આવશે. સાથો સાથ દરેક ગામ પ્રાકૃતિક ખેતી થકી મોડલ બને તે હેતુથી અધિકારીઓ દ્વારા ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવશે. ત્યારે આજે ખેડૂતોને સરકારના વધુમાં વધુ લાભ મળે તે માટે જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...