કાર્યવાહી:આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ઘરે ધરણાં માટે જતા 100 ખેડૂતોની અટક

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખની વિસનગરથી પાલનપુર પ્રમુખની ખેતરમાંથી અટક કરી

બનાસકાંઠા જિલ્લાના ભારતીય કિસાન સંઘના ખેડૂતો વિસનગર આરોગ્ય મંત્રીના ઘરે જઈ ધરણા યોજે તે પહેલાં જિલ્લા પ્રમુખને વિસનગર તેમજ પાલનપુર તાલુકા પ્રમુખને ખેતરમાંથી પોલીસે અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી.આ ઉપરાંત 100 ખેડૂતોની પણ અટક કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘ છેલ્લા 15 દિવસથી ગાંધીનગરમાં પડતર માંગોને લઈ સરકારને રજુઆત કરીએ છીએ.તેમ છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ ન આવતા ભારતીય કિસાન સંઘના આદેશ મુજબ અલગ અલગ જિલ્લાના કિસાન સંઘના ખેડૂતો રાજ્ય કક્ષાના મંત્રીઓનો ઘેરાવો કરી ઘર આગળ ઘરણા યોજવાનો કાર્યક્રમ અપાયો હતો.

જ્યાં રવિવારે જિલ્લાના 100 થી વધુ ખેડૂતો વિસનગર જાય તે પહેલાં અટકાયત કરવામાં આવી હતી.કિસાન સંઘના પ્રમુખ ભગુભાઈ પટેલને વિસનગરથી અટકાયત કરી મહેસાણા સોંપવામાં આવ્યા હતા તેમજ પાલનપુર તાલુકા પ્રમુખ માવજીભાઈ લોહને વહેલી સવારે ખેતરમાંથી અટકાયત કરી તાલુકા પોલીસ મથકે લઈ 2 વાગે મુક્ત કરાયા હતા.

આ અંગે માવજીભાઈ લોહએ જણાવ્યું કે, છેલ્લા 15 દિવસથી આંદોલન ચાલુ છે સરકાર યોગ્ય નિર્ણય લેતી નથી જો સરકાર તાત્કાલિક કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો સરકારને ભોગવવાનો વારો આવશે.

અન્ય સમાચારો પણ છે...