હિલ સ્ટેશનનો આહલાદક નજારો:માઉન્ટ આબુમાં નકી લેક ઓવરફ્લો થયો, સતત વરસાદથી ઝરણાઓ ફરી થયા જીવંત, પ્રવાસીઓને મોજ પડી

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • ઝરણાં અને ધોધ જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા

રાજસ્થાનના મીની કાશ્મીર તરીકે ગણાતા સુપ્રસિદ્ધ સ્થળ માઉન્ટ આબુમાં આહલાદક નજારો જોવા મળ્યો હતો. પહાડી વિસ્તારમાં સારો વરસાદ વરસતા ઝરણા અને ધોધ વેહતા થયા છે. તેમજ નકી લેક પણ ઓવરફ્લો થયો છે. પહાડી વિસ્તારમાં વરસાદથી ઝરણા ફરી જીવંત બનતા આ નજારો જોઈ પ્રવાસીઓને મોજ પડી હતી.

હિલ સ્ટેશનમાં પ્રવાસીઓની ભારે ભીડ
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદના કારણે રમણીય વાતાવરણ બન્યું છે. આબુમાં મીની કાશ્મીર જેવા નજારાની પ્રવાસીઓ મોજ માણી રહ્યાં છે. વરસાદના કારણે પહાડોમાંથી અનેક ઝરણાં જીવંત બનતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આહલાદક દૃશ્યો જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. વેહતા ઝરણાં અને આહલાદક નજારા વચ્ચે લોકોના મન પ્રફુલ્લિત થઈ ઝૂમી ઊઠ્યા છે. સતત વરસાદથી પાણીના ધોધ વહેતા થયા હતા. નકી લેક પણ ઓવરફ્લો થયો હતો.

પર્વતીય વિસ્તાર સોળે કળાએ ખીલી ઊઠ્યો
ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુ અને માઉન્ટના પહાડોમાં વરસાદ થતા નકી લેક ઓવરફ્લો થયો છે. જેને પગલે અમીરગઢની બનાસનદી અને દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક થશે. ઝરણાઓ અને ધોધ વહેતા થતાં માઉન્ટ આબુનો પર્વતીય વિસ્તાર સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. માઉન્ટ આબુમાં રમણીય વાતાવરણને લઇ મીની કશ્મીર જેવો નજારો બનતા પર્યટકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...