વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર અને પોસ્કો એક ગુના નાસતા ફરતા આરોપીને વાવ પોલીસે બાતમી હકીકતના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વાવના સપ્રેડા રહેવાસી કિરણ ભુરાભાઈ પટેલ ની વાવ પોલીસે અટકાયત કરી તેની વિરુદ્ધ આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો છે.
પોલીસ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના વાવ પોલીસે વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કારના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટેશનનાઓએ વાવ પોલીસ સ્ટેશન પાર્ટ ipc કલમ 376 અને 354 તેમજ પોસ્કો એક્ટ ગુનાના કામેના નાસતા ફરતા આરોપી વાવ તાલુકાના સપ્રેડા રહેવાસી કિરણભાઈ ભૂરાભાઈ પટેલ પકડવા સૂચના કરેલી જે અન્વયે વાવ પોલીસ સબ ઇસ્પેક્ટર એલ એસ દેસાઈ ને બાતમી હકીકત મળતા જે સ્ટાફના માણસો સાથે રાખી આરોપી કિરણ ભૂરાભાઈ પટેલ મળી આવતા તેને હસ્તગત કરી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવા વાવ પોલીસ સ્ટેશન ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.