સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી થઇ રહી છે. ત્યારે અનેક માઈભક્તો સોનાનું સતત દાન કરી રહ્યા છે. જે અંતર્ગત આજે રાજસ્થાનના માઈભકત વિજય ચોરસીયાએ 527.800 ગ્રામ વજનના સોનાના દાગીના અને 1110 ગ્રામ વજનના ચાંદીના કડાનું દાન કર્યું હતું.
અનેક ભક્તો સોનાનું અને ચાંદીનું દાન કરી રહ્યા છે
યાત્રાધામ અંબાજી ગોલ્ડન ટેમ્પલ તરીકે અગ્રેસર જોવા મળી રહ્યું છે ત્યારે માઇભકતો દ્વારા સોનાનું સતત દાન કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ અગાઉ અંબાજી મંદિરને એક ભક્ત દ્વારા સોનાના મુગટનું દાન અપાયું હતું. ત્યારે આજે રાજસ્થાનના માઈભક્ત વિજય ચોરસિયાએ 527.800 ગ્રામ વજનના સોનાના દાગીના કે જેની આશરે કિંમત 22 લાખ 43 હજાર 150 રૂપિયા થાય છે તેમજ 1110 ગ્રામ વજનના ચાંદીના કડા જેની કિંમત 43 હજાર 200 રૂપિયા જેટલી થાય છે તેનું દાન કર્યુ હતું. માઈભક્તે કુલ 22 લાખ 86 હજાર 350 રૂપિયાની કિંમતના દાગીના મા અંબાના ચરણોમાં અર્પણ કર્યા હતા. અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી થઇ રહી છે ત્યારે અનેક ભક્તો સોનાનું તેમજ ચાંદીનું દાન કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.