બનાસકાંઠામાં અવિરત મેઘમહેર:દિયોદરમાં બે ઇંચથી વધુ ખાબક્યો, દાંતિવાડામાં પોણા બે ઇંચ, ખેડૂતોમાં ખુશીની લહેર

બનાસકાંઠા (પાલનપુર)3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સિઝનનો 68.01 ટકા એવરેજ વરસાદ નોંધાયો

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં કેટલાક વિસ્તારોન ધીમીધારે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ડીસામાં 28 મિમી જ્યારે દાંતીવાડામાં 36 મિમી અને દિયોદરમાં 50 મિમી જેટલો વરસાદ પડ્યો હતો.

છેલ્લા 24 કલાકનો વરસાદ
થોડા દિવસના વિરામ બાદ ફરી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં અત્યાર સુધી એવરેજ 68.01 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કેટલાક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં અમીરગઢમાં 12 મિમી, કાંકરેજમાં 15 મિમી, ડીસામાં 28 મિમી, થરાદમાં 03 મિમી, દાંતામાં 18 મિમી, દાંતીવાડામાં 36 મિમી, દિયોદરમાં 50 મિમી, ધાનેરામાં 05 મિમી, પાલનપુરમાં 07 મિમી, ભાભરમાં 20 મિમી, લાખણીમાં 18 મિમી, વડગામમાં 24 મિમી, સુઈગામાં 03 મિમી, વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં 68.01 ટકા એવરેજ વરસાદ
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં એવરેજ વરસાદ જોઈએ તો અમીરગઢમાં 55.14 ટકા, કાંકરેજમાં 67.37 ટકા, ડીસામાં 63.91 ટકા, થરાદમાં 81.22 ટકા, દાંતામાં 77.99 ટકા, દાંતીવાડામાં 54.89 ટકા, દિયોદરમાં 79.74 ટકા, ધાનેરામાં 44.58 ટકા, પાલનપુરમાં 64.10 ટકા, ભાભરમાં 77.86 ટકા, લાખણીમાં 52.79 ટકા, વડગામમાં 75.38 ટકા, વાવમાં 69.33 ટકા, સુઇગામમાં 91.83નો ટકા 2022 એવરેજ વરસાદ નોંધાયો છે

અન્ય સમાચારો પણ છે...