બનાસકાંઠામાં અવિરત મેઘમહેર:દાંતામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, ખેડૂતોમાં ખુશીની લહેર

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આ સિઝનનો એવરેજ 23.73 ટાકા વરસાદ નોંધાયો

બનાસકાંઠા જિલ્લા સારા વરસાદે ખેડૂતોની આસ બાંધી છે. અત્યાર સુધી જિલ્લામા એવરેજ 23.73 ટકા વરસાદ નોંધાયો છેય જેને લઈ ખેડૂતો વરસાદી સિઝન ખેતી કરવાનું શરૂ કર્યું છે. જિલ્લામા છેલ્લા 24 કલાકમાં અમીરગઢમા 23 MM અને દાંતામા 25 MM વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો અમીરગઢમા 23 MM, કાંકરેજમા 03 MM, દાંતામા 25 MM, ભાભરમા 19 MM, લાખણીમા 06 MM સહિતના વિસ્તારોમ વરસાદ નોંધાયો છે. જોકે, જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે, હજુ હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. વહેલી સવારથી અમીરગઢ ઇકબાલગઢ પંથક સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ છે.

જિલ્લામા એવરેજ 23.73 ટાકા વરસાદ
બનાસકાંઠા જિલ્લામા એવરેજ 23.73 ટાકા વરસાદ આ સિઝનનો નોંધાયો છે. જેમાં તાલુકામાં આ સિઝનનો વરસાદ જોઈએ તો અમીરગઢમા 22.08 MM, કાંકરેજમા 34.20 MM, ડીસામાં 23.34 MM, થરાદમાં 17.30 MM, દાંતામા 28.83 MM, દાંતીવાડામા 13.56 MM, દિયોદરમા 41.15 ધાનેરામા 7.87 MM, પાલનપુરમા 16.48 MM, ભાભરમા 22.89 MM, લાખણીમા 12.22, વડગામમા 32.93 MM, વાવમાં 22.86 અને સુઈગામમા 36.66 MM વરસાદ એવરેજ આ સિઝનનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...