જૂની પેન્શન યોજનાની માગ:આવતીકાલે 10 હજારથી વધુ સરકારી કર્મચારીઓ અને કર્મચારી મંડળો પાલનપુરમાં રેલી યોજશે

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે સરકારી કર્મચારીઓ પાલનપુરમાં રેલી યોજશે. જૂની પેન્શન યોજના લાગુ કરવા 32 કર્મચારી મંડળો દ્વારા આવતીકાલે પાલનપુરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકાર માગણી નહીં સ્વીકારાય તો 11 સપ્ટેમ્બરથી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે.

જૂની પેન્શન યોજના લાગુ કરવા 10,000થી વધુ સરકારી કર્મચારીઓ પાલનપુરમાં આવતીકાલે રેલી યોજવાના છે. પાલનપુરના જહાંન આરા બાગ થી કલેકટર કચેરી સુધી કર્મચારીઓ રેલી યોજવામાં આવશે. જોકે સરકાર માગણી નહીં સ્વીકારાય તો આવનાર સમયમાં જૂની પેન્શન લાગુ કરવા 32 કર્મચારી મંડળો દ્વારા 11 સપ્ટેમ્બર મહેસાણા ખાતે 17 સપ્ટેમ્બર રાજ્યના તમામ કર્મચારીઓ માસ સીએલ પર જશે ૨૨સપ્ટેમ્બર કર્મચારી ઓપન ડાઉન કરશે અને 30 સપ્ટેમ્બરથી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જશે જેને લઈ આવતીકાલે 10,000 થી વધુ સરકારી કર્મચારીઓ પાલનપુરમાં રેલી યોજવાના છે.

અન્ય સમાચારો પણ છે...