નિર્ણય:નાણી એરફોર્સથી ગાયોને બહાર કાઢવા જીવદયા પ્રેમીઓની મદદની ખાતરી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાળવણી વિના ગાયોની હાલત ખૂબ જ બદતર છે

ડીસા અને લાખણી વચ્ચે આવેલી નાણી એરફોર્સની વિશાળ જગ્યામાંથી રીબાતી ગાયોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારની મદદ કરવા માટે જીવદયા પ્રેમીઓએ તત્પરતા દર્શાવી હતી. આ કાર્યની જિલ્લાના બનાસકાંઠા ગૌરક્ષા દળના પ્રમુખ રોનકભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, નાણી એરફોર્સની જગ્યામાં પશુપાલકો દ્વારા મૂકવામાં આવેલી ગૌમાતાઓની હાલત ખૂબ જ બદતર છે. જેમને કુતરા અને ભૂંડ જીવતી જ ફાડી ખાય છે. અગાઉ ગૌ રક્ષા દળ, એક્તા એજ લક્ષ સંગઠન સહિતના જીવદયા પ્રેમીઓ દ્વારા મોતના મુખમાં ધકેલાતા મૂંગા પશુઓને બચાવી લેવા જિલ્લા કલેકટરને રજુઆત કરાઈ હતી.

દરમિયાન ડીસાના હિંદુ યુવા સંગઠન પ્રમુખ નીતીનભાઇ સોની એમની ટીમ અને આ સેવાના કાર્યમાં મદદ કરનારા સૌ કોઈની કામગીરી સરાહનીય છે. બનાસકાંઠા ગૌરક્ષા દળ સહિત અમારી સાથે સંકળાયેલા સેવાભાવી લોકો દ્વારા એરફોર્સ માંથી બહાર નીકાળવામાં આવતી ગાયોની તમામ પ્રકારની મદદ માટે અમે પહોંચશું.

અન્ય સમાચારો પણ છે...