પાલનપુર ગોબરી રોડ સ્થિત લાયન્સ હોલ ખાતે સોમવારે કોંગ્રેસની બંધ બારણે યોજાયેલી કારોબારીમાં દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ પીડા વ્યક્ત કરી જો હુમલો ન થયો હોત તો હારી ગયા હોવાની વાત કરી હતી. ત્રણ મિનિટના તેમના ભાષણ દરમિયાન કોઈના પર સીધો આક્ષેપ કે વ્યંગ કર્યા વિના કોંગ્રેસ કમજોર પડી છે ભાજપવાળા નથી પડ્યા તેમ કહી ભાજપના ઉમેદવારના હુમલાવાળી ઘટનાના લીધે તેઓ જીત્યા હોવાનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો.
જિલ્લા કૉંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મિટિંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને સોમવારે યોજાઈ હતી. જેમાં બનાસકાંઠાના તમામ ધારાસભ્ય, જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદેદારો, પૂર્વ ધારાસભ્યો, તાલુકા શહેરના પ્રમુખ, જિલ્લા પંચાયત, તાલુકા, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા. ગઈ વખતની ચૂંટણી કરતા આ વખતે ઓછી બેઠકો આવતા કોંગ્રેસની જિલ્લા કારોબારીમાં હારના લેખાજોખા થયા હતા. બેઠકમાં સ્વાગત ફુલહાર શાબ્દિક પ્રવચન સહિતની બાબતો પૂર્ણ થયા બાદ અંદરની વાત બહાર જાય નહીં તે માટે મીડિયાને સભા છોડવા જણાવી બંધ બારણે બેઠક યોજી હતી.
ભાજપના ઉમેદવારને દૂર બુદ્ધિ સુજી એણે જાહેરમાં હુમલો કર્યો
મીડિયાના ગયા બાદ દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ બેધડક કહ્યું હતું કે જો હુમલો ના થયો હોત તો કાંતિભાઈ ના જીતતા, ધારાસભ્ય કાંતિ ખરાડીએ 3 મિનિટના પ્રવચનમાં કોઈની પર આક્ષેપ લગાવ્યા વિના પરિવાર વચ્ચે બેઠા છીએ તેમ જણાવી દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવારને દૂર બુદ્ધિ સુજી એણે જાહેરમાં હુમલો કર્યો અને એનો ફાયદો મને થયો અને વડગામમાં મેવાણીને થયો.
એક વર્કર તરીકે વધુ બોલાયું હોય તો માફ કરજો
ગળામાં જે કોંગ્રેસનો ખેસ છે એને કલંક લાગી રહ્યો છે નાના મોઢે મોટી વાત કરું છું. આવું ને આવું રહેશે તો આપણને તકલીફ પડશે.મને એ વાતનું દુઃખ છે કે કઈ મારી ભૂલ હતી? હુમલો ના થયો હોત તો કાંતિભાઈના જીતતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ કમજોર છે.બરાબર તનતોડ મહેનત કરી હોય અને હારી ગયા હોઈએ તો હાર સ્વીકારીએ. એક વર્કર તરીકે વધુ બોલાયું હોય તો માફ કરજો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.