બનાસ ડેરીનો પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય:દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કર્યો, 4 લાખ પશુપાલકોને ફાયદો થશે

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 મહિનામાં બનાસડેરીએ પ્રતિકીલો ફેટે 50 રૂપિયા જેટલો વધારો કર્યો

બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીનું પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય લીધો છે. બનાસ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20 નો વધારો કર્યો છે જે છેલ્લા ત્રણ મહિનામાં બનાસ ડેરીએ પ્રતિકિલો ફેટે રૂપિયા 50 રૂપિયાથી વધારો કર્યો છે. બનાસ ડેરીના હેતુલક્ષી નિર્ણયના કારણે ડેરીના ચાર લાખથી વધુ પછી પશુપાલકોને ફાયદો થશે. ઘાસચારા સહિત ખેત પેદાશોમાં ભાવમાં વધારો થતા બનાસ ડેરીએ પશુપાલકો માટે હિત નિર્ણય લીધો છે.

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ આજે પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં પ્રતિકિલો ફેટે 20 રૂપિયા વધારો કર્યો છે. સતત ત્રણ મહિનામાં 50 રૂપિયા જેટલો ભાવ વધારો કર્યો છે પહેલા પ્રતિકિલો ફેટે 25 રૂપિયા નો દૂધના ભાવ મા વધારો કર્યો હતો તે બાદ દસ રૂપિયા પ્રતિ કિલો ફેટ ભાવ વધારો કર્યો હતો અને આજે 20 રૂપિયા નો પ્રતિકિલો ફેટે ભાવ વધારો કર્યો છે. જેનો બનાસ ડેરીના ચાર લાખ જેટલા પશુપાલકોને ફાયદો થશે. ઘાસચારા સહિત ખેત પેદાશોમાં વધતા ભાવ વધારાને લઇ બનાસડેરી પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય લીધો છે.

આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે, કૃષિ પેદાશોમાં જે પ્રમાણે ભાવ વધ્યો છે જેને કારણે પશુને ખવરાવાના ચારાની અંદર પણ ભાવ ખાસ વધ્યા છે. જેથી કરીને ઉત્પાદનનો ખર્ચો પશુપાલક બહેનો માટે ખાસ્સો વધે છે. એટલે અમારી બનાસ ડેરીએ નિર્ણય કર્યો છે કે દૂધ ની અંદર ભાવ મા વધારો કરવો. પહેલા એક કિલો ફેટે 25 રૂપિયા ત્રણ મહિના વધાર્યા વચ્ચે 10 રૂપિયા વધાર્યા હતા અને આજે આજે બીજા 20 રૂપિયા એટલે સળંગ ત્રણ મહિના ની અંદર 50 રૂપિયા કરતા વધારે એક કિલો ફેટે પશુપાલક મહિલાઓ માટે વધારી છે. જે 20 રૂપિયા કિલો ફેટે આવતીકાલે અમે કરી રહ્યા છે આ રકમ જે અમે દૂધ જે પશુપાલન પાસે થી ખરીદીએ છીએ જેમને વધારા ની રકમ મળશે અમારા દૂધ જે ગ્રાહકો વાપરે છે એમના માટે વધારા નું ચાર્જ અમે નહિ લઈએ માત્ર વધારા ની રકમ પશુપાલકોને ચૂકવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...