હેલ્થ ચેકઅપ કેમ્પ:સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો, 500 થી વધુ લોકોએ લાભ લીધો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થળ પર જ ડાયાબિટીસ, બીપી, લોહીના ગ્રુપની તપાસ અને ઈ.સી.જીની સગવડ ઉપલબ્ધ કરાવાઈ
  • 150 થી વધુ લોકોનું આંખનું ચેકઅપ કરીને નિ:શુલ્ક ચશ્મા વિતરણ કરાયા

બનાસકાંઠા જિલ્લાનાં વિવિધ આંતરિયાળ વિસ્તારોમાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ દ્વારા નિ:શુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુરના તમામ વિભાગોના તબીબો હાજર રહીને 500 થી પણ વધુ લોકોનું હેલ્થ ચેકઅપ, નિ:શુલ્ક આંખના નંબરના ચશ્મા તથા દવાઓનું વિતરણ કરાયું હતું. જેમાં ફિજીશીયન, સર્જન, બાળ રોગના નિષ્ણાંત, હાડકા અને સાંધાના નિષ્ણાંત, કાન નાક અને ગળાના નિષ્ણાંત, માનસિક રોગના નિષ્ણાંત, ચામડી આંખ અને દાંતના નિષ્ણાંત , સ્ત્રી રોગના નિષ્ણાંત હાજર રહીને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી.

આ સાથે સ્થળ પર જ ડાયાબિટીસ, બીપી, લોહીના ગ્રુપની તપાસ તથા ઈ.સી.જીની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સાથે 150 થી વધુ લોકોને આંખનું ચેકઅપ કરીને નિ:શુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ તપાસ દરમિયાન જે લોકો બીમારીઓ ધરાવતા હતા તેમની સારવાર હવે પછી જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...