વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત આજે પાલનપુર પ્રાંત કચેરી ખાતે જનરલ ઓબ્ઝર્વર ર્ડા.અંશજ સિંઘના અધ્યક્ષસ્થાને 12-પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના હરીફ ઉમેદવારો સાથે આદર્શ આચારસંહિતા બાબતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ હરીફ ઉમેદવારોને વિગતવાર આદર્શ આચારસંહિતા સંબંધે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વર રાહુલ એકનાથના અધ્યક્ષસ્થાને 12- પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી ફોર્મ રજૂ કરેલા ઉમેદવારો સાથે ઉમેદવારના ચૂંટણી ખર્ચ સંબંધિત વિગતવાર તમામ સુચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી અધિકારી 12-પાલનપુર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મદદનીશ ચૂંટણી અધિકારી 12-પાલનપુર વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર પાલનપુર તાલુકા અને શહેર ચીફ ઓફિસર નગરપાલિકા પાલનપુર, તાલુકા વિકાસ અધિકારી પાલનપુર, મદદનીશ ખર્ચ નિરીક્ષક અને એકાઉટીંગ ટીમના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.