નશાનો વેપાર:થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી એમ.ડી. ડ્રગ્સ સાથે પોલીસે એકને ઝડપી પાડ્યો

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન બાતમી હકીકત આધારે એક શંકાસ્પદ ગાડીને પોલીસ રોકાવી ડ્રાઇવરની બાજુમા બેઠેલા ઈસમની તપાસ કરતા એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. પોલીસે 19 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક ઈસમ અટકાયત કરી 1 લાખ 95 હજારનો મુદ્દામાલ કબજે લઈ થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ સાથે એક ઈસમ ની થરાદ પોલીસે અટકાયત કરી છે. જેમાં થરાદ પોલીસ ખોડા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન બાતમી હકીકતના આધારે એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરની રાજસ્થાન તરફથી બેસમો ગાડી લઈ ગુજરાત તરફ આવી રહ્યા હતા જે ગુજરાત બોડર ખોડા ચેકપોસ્ટ ઉપર થરાદ પોલીસે ગાડી રોકાવી ગાડીમાં બેઠેલા ચાલાક સહિત બે ઈસમો માંથી ચાલકના બાજુના બેઠેલા આઈસ નીચે ઉતારી તપાસ કરતા ગાડી ચાલકે તે સમયે મકાનો ફાયદો ઉઠાવી ગાડી લઈ ભાગી છૂટ્યો હતો. બીજા ઈસમની પોલીસે તપાસ કરતાં મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સ જેનું વજન 19 ગ્રામ જેટલું પોલીસે ઝડપી પાડ્યું હતું જોકે પોલીસે કુલ મુદ્દામાલ 1 લાખ 95 હાજર નો કબ્જે લઈ 1 કેસરારામ ગંગારામ જાટ પોસલા બાડમેર 2 ઓમાંરામ બ્રાહ્મણ રામદેરીયા કાશમીર બાડમેર રાજસ્થાન વાળા વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...