સગા ભાઈની કરતૂત:પરિણીત બહેનને મોબાઈલ અને કપડા આપવાનું કહી બોલાવી, અઢી લાખમાં બીજે લગ્ન કરવાનું નક્કી કરતા યુવતીએ 181ની મદદ માગી

બનાસકાંઠા (પાલનપુર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાની યુવતી પોતાના પતિ અને બે સંતાન સાથે ભાગથી ખેતી કરી રહેતી હતી અને પોતાનું જીવન ગુજારતી હતી. જોકે તેના ઘરે તેનો સગો ભાઈ આવ્યો હતો અને પોતાની બહેનને મોબાઈલ અને કપડા અપાવવાનું કહી તેના ઘરેથી લઈ જઈ બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં લઈ આવ્યો હતો અને યુવતીના ભાઈએ એક શખ્સે સાથે રૂપિયા અઢી લાખ માં યુવતીના લગ્ન કરવાનું નક્કી કરવી દીધું હતું. જેની જાણ યુવતીને થઈ જતા તેને 181 અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી.

સગાભાઈની કરતૂતની યુવતીને જાણ થઈ જતા તે ઘટનાસ્થળેથી નાસી છૂટી હતી અને બાજુના ગામમાં જતી રહી હતી. ગામમાં એક વ્યકિતને જાણ કરતા 181 અભયમની મદદ લીધી હતી. 181ની ટીમના કાઉન્સિલરોએ યુવતીને પાલનપુર પોલીસ મથકે લાગી હતી અને તેના પતિને સોંપી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...