કાર્યવાહી:ઉદયપુરનો શખ્સ રાજસ્થાનથી 11 બાઇકો ચોરી કરી બનાસકાંઠામાં વેચતાં ઝડપાયો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાઇનાન્સના હપ્તા ચઢી જતા કંપનીએ હરાજી કરી છે તેમ કહીં લોકો સાથે છેતરપિંડી આચરતાં શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો

રાજસ્થાનના અલગ અલગ વિસ્તારમાંથી 11 જેટલા બાઈકો ચોરી કરી ઉદેપુરનો શખ્સ બનાસકાંઠાના વિરમપુરમાં ફાઇનાન્સના હપ્તા ચઢી જતા કંપનીએ હરાજી કરી છે તેમ કહીં લોકો સાથે છેતરપિંડી કરી વેચાણ કરતા શખ્સને એલસીબીએ ટીમે ઝડપી લીધો હતો.બનાસકાંઠા એલસીબી ટીમ મિલ્કત સબંધી તેમજ વાહન ચોરીના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી.

દરમિયાન અલગ અલગ વિસ્તારમાં જઈ હ્યુમનસોર્સ તથા ટેકનિકલ સર્વિલન્સની મદદથી હકિકત મેળવી રાજસ્થાન રાજયના જુદા જુદા વિસ્તારમાંથી બાઈકોની ચોરી કરી અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારમાં ફાઇનાન્સના હપ્તા ચઢી જતા ફાઇનાન્સ કંપનીએ હરાજી કરતા વેચાણ મેળવેલ છે તેવું લોકોકે જણાવતો અને જે વ્યક્તિ બાઇકની ખરીદી કરે તેને આર.સી.બુક પછીથી આપવાની શરતે વેચાણ કરતો કૈલાશ લાલારામ ધુલાજી ખરાડી (રહે.એકડીયાબર થાના.માંડવા તા.કોટડા જી.ઉદેપુર (રાજસ્થાન) ને ઝડપી લઈ તેના પાસેથી ચોરીના કુલ.11 બાઇકો જેની કિ.રૂ.4,30,000 નો મુદ્દામાલ રીકવર કરી અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...