બનાસકાંઠા જિલ્લાની એસીબી પોલીસ અને પેરોલ ફ્લો સ્કોડની ટીમે પાલનપુર શહેરમાંથી બાતમીના આધારે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખસને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઇસમની અટકાયત કરી મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચમાં સટ્ટો રમાડતો હતો
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાંથી પેરોલ ફ્લો સ્કોડ અને એલસીબી પોલીસે ક્રિકેટ મેચનો સટ્ટો રમાડી રહેલા શખસને ઝડપી પાડયો છે. પોલીસને ખાનગી રાહે મળેલી બાતમી હકીકતના આધારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરી નીરવ ઉર્ફે પપ્પુ મુકેશભાઈ ઠક્કરને ઝડપી પાડ્યો હતો. આ શખસ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ ટેસ્ટ સીરીઝ મેચ પર લેપટોપ, ફોનમાં બનાવેલા આઈડી દ્વારા ક્રિકેટ સટ્ટા બેટીંગ ઓવર દીઠ ભાવ મૂકી પૈસાથી ગ્રાહકોની હારજીતની પ્રવૃત્તિ કરી જુગાર રમાડી રહો હતો. જેમાં એક લેપટોપ 3 મોબાઈલ તેમજ જુગારની સામગ્રી મળી કુલ 38 હજાર 900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે આરોપીને ખસેડી તેના વિરોધમાં જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.