વેક્સિનની કામગીરી:આજે મહાવેક્સિનેશન; જિલ્લામાં 803 સ્થળે કેમ્પ કરી 62 હજારને રસી આપશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 1400 આરોગ્ય કર્મી ઘરે ઘરે જઈ વેક્સિનની કામગીરી કરશે

જિલ્લામાં રવિવારે 803 સ્થળે કેમ્પ કરી આરોગ્ય કર્મચારીઓ 62હજારને રસી આપશે.જિલ્લામાં 15 થી 17 માં પ્રથમ ડોઝ 89.61 ટકા અપાઈ ગયો છે.જ્યારે 18 પલ્સમાં 63.81 ટકા.પ્રિકોશન ડોઝ 43.41 ટકા અપાઈ ગયો છે. હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓ માટે સરકાર દ્વારા બે ડોઝ ઉપરાંત પ્રિકોશન ડોઝની કામગીરી રવિવારે કરવામાં આવશે.

15 થી 17 વર્ષ,12 થી 14 વર્ષના લાભાર્થીઓ માટે બીજા ડોઝ તેમજ 60 થી વધુ તેમજ ફ્રન્ટલાઇન વર્કર મળી 62 હજારથી વધુ લાભાર્થીઓને રસીકરણથી સુરક્ષિત કરવા 803 સ્થળોએ રસીકરણ મેગા કેમ્પ કરાશે. ડિસ્ટ્રિક્ટ વેક્સિનેશન ઓફિસર ડો.જીજ્ઞેશ હરિયાણીએ જણાવ્યું હતું કે " સમગ્ર જિલ્લામાં રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમ યોજાવાનો છે.

જેમાં પ્રથમ ડોઝ,બીજો ડોઝ સહિત હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓ માટે સરકાર દ્વારા બે ડોઝ ઉપરાંત પ્રિકોશન ડોઝની કામગીરી કરવામાં આવનાર છે. જે કાર્યક્રમ અતર્ગત આરોગ્ય કેન્દ્ર સહિત ડોર ટુ ડોર (હર ઘર દસ્તક) રસીકરણ આપવાનું આયોજન છે. રસીકરણ માટે 139 મોબાઇલવાન અને 803 રસીકરણ બુથોની આગોતરી વ્યવસ્થા કરી છે.

1400 હેલ્થકર્મીઓ 15 થી 17 વર્ષ,12 થી 14 વર્ષના લાભાર્થીઓને બીજો ડોઝ અને 60 થી વધુ તેમજ ફ્રન્ટલાઇન વર્કરોને પ્રિકોશન ડોઝ મળી 62 હજાર લાભાર્થીઓને રસીકરણથી સુરક્ષિત કરવાની કામગીરી કરશે. બાકી લાભાર્થીઓ તથા 12થી 17 વર્ષના લાભાર્થીઓ પૈકી બીજા ડોઝ માટે બાકી લાભાર્થીઓને વેકસિનથી રક્ષીત કરવા જરૂરી છે."

અન્ય સમાચારો પણ છે...