ખેડૂતોનું જળ આંદોલન:પાલનપુર તેમજ વડગામના 125 ગામડાઓનાં 25 હજાર ખેડૂતો દ્વારા 26 મેના રોજ મહારેલીનું આયોજન કરાયું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાના નીર ભરવાની ખેડૂતોની માગ
  • ખેડૂતોનાં જળ આંદોલનને લઇ ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવ્યું

કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનાં નીર ભરવાની માગને લઈ છેલ્લા એક મહિનાથી ગામડે ગામડે કળશ પૂજા કરી ખેડૂતો જળ આંદોલન માટે જાગૃત બની રહ્યા છે. ત્યારે આગામી 26 તારીખે પાલનપુર તેમજ વડગામ તાલુકાનાં 125 ગામડાઓના 25 હજાર ખેડૂતો દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ બનાસકાંઠાના સાંસદ તેમજ કલેક્ટરે પણ ખેડૂતોની મુલાકાત લઈ ખેડૂતોની પાણીની માગની માહિતી મેળવી હતી. ત્યારે હવે ખેડૂતોના જળ આંદોલનને લઈ ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે.

ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ તેમજ મહામંત્રી કરમાવાદ તળાવ ખાતે પહોંચ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગમાલ આહીર તેમજ પ્રદેશ મહામંત્રી આર કે પટેલ ખેડૂતો સાથં તળાવની મુલાકાત લીધી હતી. કિસાન સંઘ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, પાણી માટે હંમેશા ભારતીય કિસાન સંઘનું એક અભિયાન રહેલું છે કોઈ પણ ભોગે પાણીની વાત માટે ભારતીય કિસાન સંઘ ખેડૂતોની સાથે છે. પાણી માટે સરકાર સાથે બેઠક કરવા માટે વાતચીત કરવા માટે પ્રદેશ ભારતીય કિસાન સંઘ તૈયાર રહેશે. કરમાવાદ તળાવ ભરવું જરૂરી છે ઘણા ગામડાઓને આ તળાવથી લાભ થઈ શકે છે.

કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણીની માંગ સાથે ખેડૂતો દ્વારા મહારેલી કરવામાં આવી છે ત્યારે રેલી પહેલાં જિલ્લા કલેક્ટર, સાંસદ બાદ હવે ભારતીય કિસાન સંઘે પણ ખેડૂતોની મુલાકાત લીધી હતી. ખેડૂતોનાં જળ આંદોલનમાં ભારતીય કિસાન સંઘ ખેડૂતોને મદદ માટે પૂરતા પ્રયત્નો કરશે.

અન્ય સમાચારો પણ છે...